તીડનો આતંક: સાબરકાંઠા સેઈ નદીકાંઠાની ઝાડીઓમાં આશરો લેનાર તીડના ઝૂંડે, સવારે ખેતર કર્યા સાફ
ઉત્તર ગુજરાતના ચોથા જિલ્લામાં આખરે તીડ પ્રવેશી ગયા છે. મહેસાણા, બનાસકાંઠા, પાટણ બાદ હવે સાબરકાંઠા જિલ્લામાં તીડ ત્રાટકવા (Loctus attack) ને લઇને સ્થાનિક ખેડૂતોમાં ચિંતા થઇ આવી છે. સાબરકાંઠાના પોશીના વિસ્તારના દંત્રાલ અને કાળી દેવી ગામ વિસ્તારમાં તીડનું આક્રમણ ગત મોડી સાંજે થયું છે. જેના બાદ રાત્રિ દરમ્યાન તીડના વિશાળ ઝુંડ સેઇ નદીના કિનારાની આસપાસની ઝાડીઓમાં ભરાઇ રહ્યું હતું. ખેતીવાડી વિભાગે વહેલી સવારથી જ તીડને અંકુશમાં લેવા દવાનો છંટકાવ શરૂ કર્યો છે.
શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :ઉત્તર ગુજરાતના ચોથા જિલ્લામાં આખરે તીડ પ્રવેશી ગયા છે. મહેસાણા, બનાસકાંઠા, પાટણ બાદ હવે સાબરકાંઠા જિલ્લામાં તીડ ત્રાટકવા (Loctus attack) ને લઇને સ્થાનિક ખેડૂતોમાં ચિંતા થઇ આવી છે. સાબરકાંઠાના પોશીના વિસ્તારના દંત્રાલ અને કાળી દેવી ગામ વિસ્તારમાં તીડનું આક્રમણ ગત મોડી સાંજે થયું છે. જેના બાદ રાત્રિ દરમ્યાન તીડના વિશાળ ઝુંડ સેઇ નદીના કિનારાની આસપાસની ઝાડીઓમાં ભરાઇ રહ્યું હતું. ખેતીવાડી વિભાગે વહેલી સવારથી જ તીડને અંકુશમાં લેવા દવાનો છંટકાવ શરૂ કર્યો છે.
રાજકોટ 2008 કલેક્ટર ઓફિસ તોડફોડ મામલો : કોંગ્રેસના ટોચના 10 નેતાઓને 1 વર્ષની સજા ફટકારાઈ
સાબરકાંઠા જિલ્લામાં પણ હવે તીડે દેખા દીધી છે. સાબરકાંઠાના પોશીના વિસ્તાર જે રાજસ્થાન રાજ્ય અને બનાસકાંઠા જિલ્લા સાથે જોડાયેલો વિસ્તાર છે. તે વિસ્તારમાં પણ ગત મોડી સાંજે તીડનુ આક્રમણ થયું હતું. પોશીના તાલુકાના દંત્રાલ અને કાળી દેવી વિસ્તારમાં તીડ ગત મોડી સાંજે આવ્યા હતા અને બે કિલોમીટર સુધીના વિસ્તારમાં પથરાયા હતા. વિસ્તારમાં આવેલી સેઇ નદીના કીનારાના વિસ્તારમાં આવેલી ઝાડીઓમાં તીડ ગત રાત્રિથી ભરાઇ રહેવાને લઇને સમગ્ર વિસ્તારમાં ખેતીવાડી વિભાગ દ્વારા દવાનો છંટકાવની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
2020ની શરૂઆતમાં જ 3 રાશિઓને શનિદેવ પજવશે, મોટા ઉતાર-ચઢાવ આવશે
એક સમયે 15 લાખથી વધુને રોજગાર આપતો સુરતનો હીરા ઉદ્યોગ માત્ર 5 દેશો પૂરતો સિમિત રહી ગયો
પોશીના વિસ્તારમાં રવિ સીઝનને લઇને ઘઉંના પાકની વાવણી ખેડુતોએ કરી હોવાને લઇને ઘઉંના પાકને બચાવવા માટે હાલ તો ચિંતા સેવી રહ્યા છે. તીડ જોકે હવે દંત્રાલથી ગંછાલી તરફ આગળ વધી રહ્યાં છે. તેને અટકાવવા માટેના પણ પ્રયાસો ખેતીવાડી વિભાગ અને સ્થાનિકોએ હાથ ધર્યા છે. ખેતરોના ઉભા પાકમાં હજારોની સંખ્યામાં તીડ ફરી વળ્યા હોવાના દ્રશ્યો વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. સ્થાનિકો ઢોલ અને ધુમાડો કરવાને સહારે હાલ તો તીડથી બચવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....