અલ્કેશ રાવ, બનાસકાંઠા: બનાસકાંઠાના સરહદી વિસ્તારોના ખેડૂતોને માંડ તીડથી છૂટકારો મળ્યો છે ત્યાં તો હવે ફરી માઠા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ફરી તીડ ત્રાટકવાની સંયુક્ત રાષ્ટ્ર સંઘને આશંકા છે અને આ સમાચાર મળતા જ ગુજરાતના ખેડૂતોની પણ ચિંતા વધી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તીડ આ દાયકાનું સૌથી મોટું વૈશ્વિક કૃષિ સંકટ છે અને ફરી ગુજરાતમાં ત્રાટકી શકે છે. આ આશંકા વ્યક્ત કરી છે સંયુક્ત રાષ્ટ્રના ધ ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશને. રાજ્યના ખેડૂતો માટે આ માઠા સમાચાર છે કે તીડ મે મહિનામાં ફરી ગુજરાતમાં આક્રમણ થઈ શકે છે. પાકિસ્તાનની સરહદે આવેલા ગુજરાત અને રાજસ્થાનમાં તીડોનો સૌથી મોટો ખતરો છે જેને લઈને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં હાલથી જ ડરનો માહોલ સર્જાયો છે. કારણ કે ગત મે માસ પછી આ તીડે સમગ્ર બનાસકાંઠાના સરહદી વિસ્તારને બાનમાં લઈ કરોડોના પાકને નુકસાન પહોંચાડ્યું હતું અને તે ભયમાંથી હજુ ખેડૂતો બહાર નથી આવ્યાં. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક