ભુજ : કચ્છ જિલ્લામાં પાકિસ્તાનની સરહદેથી પાકને નુકસાન પહોંચાડતા તીડોનું વિશાળ ટોળું પ્રવેશ્યા બાદ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતો દિવસરાત પોતાનાં ખેતરનું રક્ષણ કરી રહ્યા છે. જો કે હજી સુધી કોઇ નુકસાન અંગેના અહેવાલ નથી. જો કે તંત્રની સાથે સાથે ખેડૂતોએ પણ આગમચેતી સ્વરૂપે રાત્રે પણ ચોકી પહેરો ચાલુ કરી દીધો છે. બીજી બાજુ સરકારે પણ રણતીડના પ્રવેશને હળવાશમાં નહી લેતા એલર્ટ પરણ છે. જિલ્લા વિકાસ અધિકારીઓ પણ સતત નાના મોટા ગામોની મુલાકાત લેતા રહે છે. લોકો પાસેથી માહિતી મેળવતા રહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: યુવતીએ રિવરફ્રન્ટમાં પડતું મુક્યુ, બચાવવા સિક્યુરિટી ગાર્ડ પડ્યો બંન્નેના મોત

સામાન્ય રીતે હરામીનાળામાંથી ઘૂસણખોરો અને માછીમારો પકડાતા હોય છે. જો કે આ વખતે પાકભક્ષી તીડોએ આક્રમણ કર્યું છે, જેના કારણે હવે ખેડૂતોની ઉંઘ હરામ થઇ ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અઢી દાયકા અગાઉ તીડોનું આ પ્રકારનું આક્રમણ થયું હતું. જે સમયે સંબંધિત તંત્ર દ્વારા નાના હેલિકોપ્ટર અને ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. નાની અને મોટી છેર વિસ્તારમાં શનિવાર બપોરે તીડ દેખાયાનું સ્થાનિકોનો દાવો છે.


હરિયાણાની પ્રખ્યાત ગાયીકા સપના ચૌધરી વિરુદ્ધ સુરતમાં નોંધાઇ ફરિયાદ
ફ્લાઇટમાં મુસાફરી કરો છો? આ સમાચાર જરૂર વાંચજો નહી તો તમારી કિંમતી વસ્તુઓ થઇ શકે છે ચોરી
અત્રે ઉલ્લેખનીય છે કે માદા તીડ પોતાની પુછડીથી જમીનમાં 6 ઇંચની ઉંડાઇએ ઇંડા આપે છે. 2થી3 ઝુંડમા ઇંડા આપે છે અને પ્રત્યેક ઝુંડમાં 70-80 ઇંડા એક સાથે આપે છે. 10થી 12 દિવસે ઇંડામાંથી બચ્ચા નીકળે છે. જે સ્થળે ઇંડા આપેલા હોય ત્યાં કાણા દેખાય છે. જેની ઉપર સફેદ ફીણ સ્પષ્ટ જોઇ શકાય છે. ઇંડામાંથી પાંખ વગરના સફેદ બચ્ચા નિકળે છે. જે ટોળામાં જમીન પર ચાલવા લાગે છે.


જામનગર: કોલસા ભરેલી માલગાડીમાં આગ, ફાયરની સમય સુચકતાથી મોટી દુર્ઘટના ટળી

જિલ્લા સ્તરે કંટ્રોલરૂમ શરૂ
તીડના અણધાર્યા અને આકસ્મિક આક્રમણને ધ્યાનમાં રાખીને જિલ્લા સ્તરે ખેતીવાડી શાખાએ શનિવારે કંટ્રોલ રૂમ શરૂ કર્યો હતો. જે વ્યવસ્થાને પગલે 02832-221155 નંબર જાહેર કર્યો છે. સવારે 8થી રાત્રે 9 વાગ્યા સુધી કંટ્રોલ રૂમ ચાલુ રાખવામાં આવશે. કોઇ પણ પ્રકારની માહિતી કે ફરિયાદ કરી શકો છો.