વિનાયક જાદવ/તાપી : સમગ્ર ગુજરાતમાં લોકસભા ચૂંટણી બ્યુગલ ફૂંકાઈ ગયું છે. ત્યારે 23-બારડોલી લોકસભા ચૂંટણી અંતર્ગત તારીખ 10 એપ્રિલના રોજ સોનગઢ મુકામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર કરશે. જેના પૂર્વ તૈયારીના ભાગ રૂપે વડા પ્રધાનના આગમન પહેલા સભા મંડપ અને લોકો માટેની અન્ય સેવાઓને લઈને પૂર્વ તૈયારી સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુથી તડામાર તૈયારીઓનું આયોજન કરવામાં આવ્યું.
 
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે આવતી કાલે દેશના પી.એમ નરેન્દ્ર મોદી જાહેર સભા સંબોધશે જેના ભાગરૂપે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદીના આગમનની પૂર્વ તૈયારીના ભાગ રૂપે કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષાને લઈને હાઈ સિક્યુરિટી પણ ગોઠવી તૈનાત કરી દેવામાં આવી છે.


ભાજપ પ્રદેશ પ્રમુખ વાઘાણીએ કોંગ્રેસને બોલેલા ‘અપશબ્દો’થી વધી શકે છે મુશ્કેલી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


મહત્વનું છે, કે પ્રધાનમંત્રીના આગમનને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઢવી દેવામાં આવ્યો છે.  1 એ.ડી.જી, 1 આઈ.જી, 7 એસ.પી, 14 ડી.વાય.એસ.પી, 38 પી.આઇ, 140 પી.એસ.આઈ, 1400 પોલીસ , 200 હોમગાર્ડ કુલ્લે 1700 જેટલા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. સભા સ્થળે સી.સી.ટી.વી, ડોગ સ્ક્વોડ તેમજ બૉમ્બ તેમજ સભા મંડપમાં સીસીટીવી પણ લગાડવામાં આવ્યા છે.


વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ 


  • પીએમ મોદી આવતીકાલે સવારે 9.30 કલાકે રાજકોટ એરપોર્ટ પહોંચશે

  • રાજકોટ થી હેલિકોપ્ટર મારફત જુનાગઢ પહોંચશે

  • 10.10 કલાકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે જનસભાને સંબોધન કરશે

  • 11.40 કલાકે જૂનાગઢથી સુરત જવા રવાના થશે 

  • 12.30 કલાકે સુરતથી બારડોલી પહોંચશે

  • 12.45 કલાકે સોનગઢ માં જનસભાને કરશે સંબોધન