અમદાવાદ: શ્રી મારૂતિ કૂરિયર સર્વિસ પ્રાઇવેટ લિમિટેડે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. ગુજરાતમાં 23 એપ્રિલના રોજ મતદાન યોજાવવાનું છે. તેના માટે મારૂતિ કૂરિયરે પહેલ કરી છે અને બધાને મતદાન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. મારૂતિ કૂરિયર બે મહિનાથી અભિયાન ચલાવી રહ્યું છે જેના માટે દરરોજ લગભગ બે લાખ ગ્રાહકો વચ્ચે પાર્સલ દ્વારા સ્ટિકર મોકલવામાં આવી રહ્યા છે. જેમાં બધાને વોટ આપવાની અપીલ કરવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટિકરમાં લખવામાં આવ્યું છે કે તમારો એક મત દેશનું ભાવિ નિર્માણ કરશે. મારૂતિ કૂરિયરના સીઇઓ મૌલિક મુકરિયાએ કહ્યું છે કે ગુજરાતમાં ચારસો આઉટલેટ પર બેનર અને પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે જેમાં બધાને વોટ આપવાની અપીલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં જે યુવા પહેલીવાર મતદાન કરી રહ્યા છે તેમને વોટનું મહત્વ સમજાવવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કંપનીનો પ્રયત્ન છે કે નવા મતદારો લોકતંત્રના મહાપર્વમાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે. 

23 મેએ પરિણામ આવશે ત્યારે નરેન્દ્રભાઇની આગળ એક્સ પ્રાઇમ મિનિસ્ટર હશે: અહેમદ પટેલ


મૌલિક મુકરિયાએ કહ્યું કે ગુજરાતમાં 26 લોકસભા સીટો પર ચૂંટણી અને સાત વિધાનસભા સીટો પર પેટાચૂંટની યોજાવવાની છે. રાજ્યમાં કુલ ચાર કરોડથી વધુ મતદારો છે. એક કરોડ 94 લાખ મહિલા મતદારો છે. 45380 પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે. લોકસભા સીટો પર કુલ 334 ઉમેદવાર મેદાનમાં છે. સાત વિધાનસભાની પેટાચૂંટણીમાં 78 ઉમેદવાર મેદાનમાં છે. આ વખતે 45 લાખ નવા મતદારો જોડાયા છે. મારૂતિ કૂરિયરનો પ્રયત્ન છે કે વધુમાં વધુ લોકો મતદાન કરશે. ચૂંટણીપંચે કહ્યું કે વોટીંગ માટે જે સંસ્થાઓ સહયોગ કરી રહી છે, તેમનું યોગદાન સરાહનીય છે.  


વડોદરાના બુદ્ધિજીવી લોકોએ આ રીતે કરી લોકસભા ચૂંટણીમાં મતદાન કરવાની અપીલ
મમ એકમ્ મતમ્ લોકતાંત્રિક મુલ્યાંનામ્ રક્ષણાથર્મ આ પ્રકારની અપીલ સાથે વડોદરાના બુદ્ધિજીવી લોકો સંસ્કૃત ભાષામાં લોકસભાની યોજાનાર ચૂંટણીમાં પ્રચાર કરવાની અપીલ કરી રહ્યા છે. આજે લોક વ્યવહારમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ બહુ ઓછો જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા ખાતે સંસ્કૃત ભારતી સંગઠનના ડો.શ્રુતિબહેન ત્રિવેદીએ સંસ્કૃત ભાષાને વ્યવહારુ અને લોકભોગ્ય બનાવવા અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. અલબત્ત આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં મતદારોને મતદાન અંગેની અપીલ કરવા માટે તેઓએ 23 લોકોના સમૂહને સંસ્કૃત ભાષા શીખવાડીને મતદાન માટેની અપીલ સંસ્કૃત ભાષામાં કરાવી છે.


કલાના માધ્યમથી મતદારોને અનોખી અપીલ, રોડ પર બનાવ્યા 3ડી પેઇન્ટિંગ 
સમગ્ર ગુજરાતમાં વડોદરા ખાતે સૌપ્રથમવાર મતદારોમાં મતદાનને લઈને જાગૃતિ આવે તે માટે જિલ્લા ચૂંટણી વહીવટી તંત્ર દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સૌથી મોટા અને વાહનોની અવરજવરથી ભરચક રહેતા મુખ્યમાર્ગ ઉપર થ્રીડી પેઇન્ટિંગના માધ્યમથી મતદારોને મતદાન કરવાનો સંદેશો આપતું પેઇન્ટિંગ પ્રદર્શિત કરવામાં આવ્યું છે.