ભાજપના ગઢમાં ગાબડું પાડી શકશે આ પાટીદાર, કોંગ્રેસે સોંપી ગુજરાતમાં મોટી જવાબદારી
LoK Sabha Elections: ગુજરાતમાં કોંગ્રેસે પાર્ટીની છબી સુધારવા માટે પૂર્વ સીએમ ચીમનભાઈ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલને કોંગ્રેસે મોટી જવાબદારી સોંપી છે. ભૂતકાળમાં પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા પટેલ પાસે ઘણો અનુભવ છે. તેમની સામે ભાજપની હેટ્રીકને રોકવાનો પડકાર છે. જો એક પણ બેઠક કોંગ્રેસ જીતી તો અહીં ચમત્કાર થઈ જશે.
અમદાવાદઃ ગુજરાતના ભાજપને કોંગ્રેસે એમના ગઢમાં જ પડકાર ફેંકવાની જવાબદારી એક સમયે છોટે સરદારના નામથી જાણીતા ચીમનભાઈ પટેલના પુત્રને સોંપી છે. કોંગ્રેસે ગુજરાતમાં ચૂંટણી પ્રચારની કમાન પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલને સોંપી છે. સિદ્ધાર્થ પટેલની ગણતરી કોંગ્રેસ હાઈકમાન્ડના વફાદાર નેતાઓમાં થાય છે. સિદ્ધાર્થ પટેલ અગાઉ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC)ની કમાન સંભાળી ચૂક્યા છે. સિદ્ધાર્થ પટેલ એ એકદમ લો પ્રોફાઈલ વ્યક્તિ છે. જેઓને આ જવાબદારી સોંપાઈ છે. આજે મુકુલ વાસનિક ગુજરાતમાં છે. જેઓએ જાહેરાત કરી છે કે ટૂંક જ સમયમાં બાકીના ઉમેદવારોની પણ જાહેરાત થઈ જશે. કોંગ્રેસ ભાજપની હેટ્રીક રોકવાનો પ્રયાસ કરી રહી છે.
ભાજપના ગઢમાં ગાબડું પાડવાનો એક મોટો પડકાર
રાજ્યમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહેલી કોંગ્રેસની સામે 2024ની ચૂંટણીમાં ભાજપના ગઢમાં ગાબડું પાડવાનો એક મોટો પડકાર છે. કોંગ્રેસ પાર્ટીએ છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં એક પણ બેઠક જીતી નથી. વિધાનસભાની ચૂંટણીમાં હાંસિયામાં ધકેલાઈ ગયા બાદ કોંગ્રેસે કરો યા મરોની સ્થિતિમાં ઘણી બેઠકો પર હેવીવેઈટ દાવ રમીને ભાજપને અસહજ તો બનાવી દીધી છે.
પટેલ બે વખત રહી ચૂક્યા છે ધારાસભ્ય
સિદ્ધાથ પટેલના પિતા અને ગુજરાતના પૂર્વ સીએમ ચીમનભાઈ પટેલને છોટા સરદાર પણ કહેવામાં આવતા હતા. તેમને નર્મદાના નાયક પણ કહેવામાં આવે છે. ચીમનભાઈ પટેલે સરદાર સરોવર ડેમ બનાવવાની પહેલ કરી હતી. જ્યારે વિશ્વ બેંકે ભંડોળ આપવાનો ઇનકાર કર્યો, ત્યારે ચીમનભાઈ પટેલે વ્યક્તિગત રીતે ભંડોળ એકત્ર કર્યું. સિદ્ધાર્થ પટેલ બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ ગુજરાતમાં સહકારી ચળવળ માટે જાણીતા છે. તેમના પિતા દ્વારા ચલાવવામાં આવતી સામાજિક સંસ્થાઓને પણ તેઓ આગળ લાવી રહ્યા છે. આ સ્થિતિમાં તેઓ સમાજ સેવામાં સક્રિય છે. તેઓ 1998 અને 2007માં ચૂંટણી જીત્યા હતા.
આ પણ વાંચોઃ રાજકોટમાં 16 એપ્રિલે જંગી સભા બાદ હજારો કાર્યકર્તાની હાજરીમાં રૂપાલા ભરશે ફોર્મ
કોંગ્રેસે કમિટીમાં નેતાઓની કરી નિમણુંક
પટેલ ગુજરાત કોંગ્રેસના ઉચ્ચ શિક્ષિત નેતાઓમાં સામેલ છે. ગુજરાતની રાજનીતિ ચીમન પટેલ તેમની કોકમ થિયરી માટે પણ જાણીતા છે. તેમના પિતા ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે 17 ફેબ્રુઆરી 1994ના રોજ હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા હતા. પાર્ટીએ તેમને કોંગ્રેસની પ્રચાર સમિતિના વડા તરીકે નિયુક્ત કર્યા છે જે રાજ્યની પાંચ વિધાનસભા બેઠકો અને 24 લોકસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે. આ સિવાય પણ કોંગ્રેસે અન્ય નેતાઓની અલગ અલગ કમિટીઓમાં નિમણુંકો કરી છે. જેમાં મોટાભાગના ગુજરાત પ્રદેશના કોંગ્રેસ નેતાઓનો સમાવેશ થાય છે.