2023ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ધમાકેદાર જીત મેળવી અને કોંગ્રેસને 17 સીટો પર સમેટી દીધી હતી.  2017ની વિધાનસભા ચૂંટણીમાં સત્તા નજીક પહોંચેલી કોંગ્રેસ શું હવે 2024ની લોકસભા ચૂંટણીમાં જોરદાર વાપસી કરી શકશે? આ અંગે લાંબા સમયથી અટકળો ચાલી રહી છે. કોંગ્રેસે જૂનમાં નવી સોગઠી ખેલતા શક્તિસિંહ ગોહિલને ગુજરાતની કમાન સોંપી હતી. જો હાલ ચૂંટણી થાય તો ગુજરાતમાં સ્થિતિ શું રહેશે તે અંગે એક લેટેસ્ટ સર્વે થયો છે. જેમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત વિધાનસભા ચૂંટણીમાં પાંચ સીટ જીતનારી આમ આદમી પાર્ટીની મત ટકાવારીનું અનુમાન પણ વ્યક્ત કરાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોને કેટલી સીટ
ઈન્ડિયા ટીવી અને સીએનએક્સએ પોતાના સર્વેમાં રાજ્યમાં લાંબા સમયથી સત્તા પર બિરાજમાન ભાજપને 61 ટકા મત મળવાનો અંદાજો વ્યક્ત કર્યો છે. સર્વેના પરિણામોમાં કોંગ્રેસને 28 ટકા મત મળવાની સંભાવના જતાવવામાં આવી છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીને 8 ટકા મત મળવાનું અનુમાન છે. વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 18 ટકા મત મળ્યા હતા. આવામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેના મતની ટકાવારીમાં ઘટાડો થવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. સર્વેમાં કહેવાયું છે કે ભાજપ ગુજરાતમાં આગળ રહેશે. રાજ્યમાં ફરી એકવાર મોદી મેજીક જોવા મળી શકે છે. 


શું  ભાજપ લગાવશે હેટ્ર્ક?
સર્વેમાં ગુજરાતમાં એકવાર ફરીથી તમામ 26 બેઠકો ભાજપને  ફાળે જવાનું અનુમાન કરાયું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને કોઈ પણ સીટન મળવાનું અનુમાન કરાયું છે. 2014 અને 2019 ની ચૂંટણીમાં કોંગ્રેસને કોઈ સીટ મળી નહતી. ભાજપે તમામ સીટો પર જીત મેળવી હતી. આવામાં ભાજપ રાજ્યમાં ખુબ સરળતાથી ક્લીન સ્વીપ કરે એવી સંભાવના સર્વેમાં વ્યક્ત કરાઈ છે. 2009ની લોકસભા ચૂંટણીમાં જ્યારે યુપીએને ફરીથી સરકાર બનાવવાની તક મળી હતી ત્યારે કોંગ્રેસે રાજ્યમાં 26માંથી 11 બેઠકો પર કબજો જમાવ્યો હતો. ભાજપને તે ચૂંટણીમાં 15 બેઠકો મળી હતી. પરંતુ નરેન્દ્ર મોદી પીએમ ઉમેદવાર જાહેર થયા બાદ કોંગ્રેસ પોતાની જમીન બચાવી શકી નહીં અને છેલ્લી બે ચૂંટણીમાં શૂન્ય પર સમેટાઈ ગઈ. તાજા ઓપિનિયન પોલમાં કોંગ્રેસનું ખાતું પણ ન ખુલે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube