Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો રોમાંચ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. કુલ 26 બેઠકોમાંથી એક સુરત બેઠક તો મત પડ્યા વગર જ ભાજપના ફાળે જતી રહી. જેમાં કોંગ્રેસના જ નેતા નિલેશ કુંભાણીની 'પાછલા બારણાની રમત' કામ કરી ગઈ હોવાનું કહેવાય છે. કારણ કે આ જ કુંભાણી હવે ભાજપમાં જોડાશે તેવી પણ વાતો થઈ રહી છે. જે હોય..પણ કોંગ્રેસને તો લડ્યા વગર જ હારનો સામનો કરવાનો વારો આવ્યો. આવું જ કઈંક રાજકોટ બેઠક ઉપર પણ થતા થતા રહી ગયું. આ અમે નહીં પરંતુ કોંગ્રેસના જ એક વરિષ્ઠ નેતાએ મુદ્દો ઉપાડ્યો છે. જેમનું કહેવું છે કે સારું થયું કે સુરત જેવું રાજકોટમાં ન થયું. 


દિગ્ગજ કોંગ્રેસી નેતાએ શું કહ્યું?
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા ડો. હેમાંગ વસાવડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે મે સાંભળ્યું છે કે કેટલાક નેતાઓ દ્વારા જેનું રાજકોટ બેઠક માટે નામ પ્રસ્તાવિત થયું હતું તે વિક્રમ સોરાણી ભાજપમાં જોડાવવા જઈ રહ્યા છે. મને અને મારા મિત્રોને આ વાતની જાણ કરીને સચેત કરવા બદલ આભાર. નહીં તો જે સુરતમાં થયું તેવું જ રાજકોટમાં પણ થઈ જાત. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube