Satta Bazar Prediction on Loksabha Election Result: લોકસભાની ચૂંટણીઓને લઈને ભાજપે આપ્યો છે, અબકી બાર 400 પારનો નારો. જોકે, ભારે ગરમીના કારણે મતદાનની ટકાવારી ઘટી છે. પરંતુ છેલ્લાં કેટલાંક દિવસોથી શેર માર્કેટમાં ભારે તેજી જોવા મળી રહી છે. માર્કેટ બાદ હવે સટ્ટાબજાર પર આપી રહ્યું છે 400 પરનો સંકેત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેર માર્કેટમાં તેજી બાદ સટ્ટાબજારનો 400 પાર સંકેત. અત્યાર સુધીમાં દેશભરમાં પાંચ તબક્કામાં મતદાન થઈ ચુક્યું છે. પાંચ તબક્કાના મતદાન બાદ પણ અલગ અલગ પ્રકારના અંદાજા લગાવવામાં આવી રહ્યાં છે. એક તરફ ફરી એકવાર ભાજપ સરકાર આવશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ આ પરિવર્તન થશે એવા દાવો થઈ રહ્યો છે. આ સ્થિતિની વચ્ચે મતદારોની ભૂમિકા મહત્ત્વની રહેશે. જોકે, છેલ્લાં કેટલાં દિવસોથી શેરબજારમાં ભારે તેજી જેવા મળી રહી છે. આ તેજીને ભાજપ ફરી કેન્દ્રમાં સરકાર બનવાની હોવાના સંકેત તરીકે ગણાવી રહી છે. બીજી તરફ ભાજપની સીટોમાં ઘટાડો થશે એવું કહેનાર સટ્ટાબજાર ફરી એકવાર ભાજપના ખોળે બેઠું છે. ફરી એકવાર સટ્ટાબજાર ચૂંટણીમાં ભાજપને 400 પાર બેઠકો જીતાડવાનો દાવો કરી રહ્યું છે. 


ઉલ્લેખનીય છેકે, છેલ્લાં કેટલાંક દિવસોથી રાજસ્થાનનું ફલોદી સટ્ટાબજાર ભાજપને માત્ર 300 સીટોથી પણ ઓછી સીટો આપી રહ્યું છે. જોકે, હવે ફલોદીનો ફુગ્ગો ફૂટી જવાનો છે. કારણકે, હારજીતના તારણ સાથે કારણ સાથે આ વખતે જે જીતએ એ બજારમાં આવશે. હાલ તો રાજસ્થાનનું પરામર્શ સટ્ટા બજાર આ અંગે સચોટ અનુમાન આપતો હોવાનો દાવો કરી રહ્યું છે.  


લોકસભાની ચૂંટણીને લઇ વધુ એક સટ્ટા બજારના આંકડાઓ આવ્યા સામે. ઉલ્લેખનીય છેકે, દેશમાં પાંચ તબક્કામાં મતદાન થયું છે, બે તબક્કામાં મતદાન બાકી છે, જે 25 મે અને 1 જૂનના રોજ પૂર્ણ થશે. આ પછી, 4 જૂને પરિણામ જાહેર થશે, જે સ્પષ્ટ કરશે કે દેશમાં કોની નવી સરકાર બનશે. ભાજપ દેશમાં 400 થી વધુ સીટો જીતવાનો દાવો કરી રહી છે. અને ગુજરાતમાં 26 માંથી 26 સીટો જીતવાનો દાવો કરી રહી છે. પરંતુ આજે રાજસ્થાનના પરામર્શ સટ્ટા બજારના આંકડાઓ સામે આવ્યા છે. હાલ આ આંકડાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જેનું ગણિત શું કહી રહ્યું છે તે જાણીએ.


દેશમાં અત્યારે સૌકોઈ લોકસભાની ચૂંટણીના પરિણામોની રાહ જોઈ રહ્યું છે. ત્યારે હવે પરામર્શ સટ્ટા બજારના આંકડાઓ સામે આવ્યા છે. જેમાં 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ફરી સત્તામાં આવશે એવું દર્શાવે છે સટ્ટાબજાર. સાથે જ પરામર્શ સટ્ટા બજાર ફલોદી કરતા પણ સટીક છે. પરામર્શ સટ્ટા બજાર દેશભરમાં ભાજપ 407 બેઠકો સાથે સરકાર બનાવશે એવા સંકેત આપી રહ્યું છે. 


પરમર્શ સટ્ટાબજારમાં કયા 3 રાજ્યોમાં ભાજપ કરશે કોંગ્રેસના સુપડાસાફઃ
પરામર્શ સટ્ટાબજારના દાવા મુજબ લોકસભાની ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં ભાજપ કોંગ્રેસના સુપડાસાફ કરી દેશે. ખાસ કરીને ત્રણ એવા રાજ્યો જેનું દેશની રાજનીતિમાં વિશેષ મહત્ત્વ છે. ત્રણ એવા મોટા રાજ્યોમાં એક પણ બેઠક કોંગ્રેસ કરે વિપક્ષના હાથમાં નહીં આવે એવો દાવો પરાનમર્શ સટ્ટા બજાર દ્વારા કરવામાં આવ્યો છે. આ ત્રણ રાજ્યોની વાત કરીએ તો પરામર્શ સટ્ટા બજાર મુજબ ગુજરાતની 26 માંથી 26 બેઠકો ગુજરાત જીતશે. મધ્ય પ્રદેશની 29માંથી 29 બેઠકો ભાજપ જીતશે. સાથે રાજધાની દિલ્લીમાં પણ આ વખતે તમામ 7 બેઠકો પર ભગવો લહેરાશે તેવી માહિતી અપાઈ રહી છે. એટલું જ નહીં ભાજપ ઉત્તર પ્રદેશ (યુપી)માં 80 માંથી 74 બેઠકો, રાજસ્થાનમાં 25 માંથી 23થી વધુ બેઠકો, પંજાબમાં 13 માંથી 5 બેઠકો, તમિલનાડુમાં 39 માંથી 8 બેઠકો જીતી શકે છે.


આ પરામર્શના આંકડાઓને લઈને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અત્યાર સુધીની 6 લોકસભા ચૂંટણીઓમાં તેમનું અનુમાન સાચું પડ્યું છે. રાજસ્થાન સટ્ટા બજાર, છેલ્લા 20 વર્ષથી મારવાડી ગુજરાતીઓ સાથે કરોડોમાં ચાલી રહેલી જીતની આગાહીઓ સાથે સટ્ટો લગાવી રહ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે દેશમાં આ વખતે કોની સરકાર બને છે.


ગુજરાતમાં 26 બેઠકો જીતવાનો દાવો-
ગુજરાતમાં પરામર્શના આંકડાઓ કેટલે અંશે સાચા પડશે તે જોવું પડે. તેમના ગણિત પ્રમાણે ગુજરાતમાં ભાજપ 26 માંથી 26 બેઠકો જીતી રહી છે. પરંતુ અહીંયા એક સવાલ એવો છે કે, ગુજરાતમાં જે વિવાદો ચાલ્યા અને આ વિવાદો બાદ ભાજપને પોતાને પણ શંકા છે કે વધુ લીડથી જીતી શકાય તેવું નથી. તો પરામર્શનો દાવો કેટલો સાચો પડશે?


રાજકીય વિશ્લેષક પ્રશાંત કિશોરનું ગણિત કંઈક અલગ-
ત્રીજી ટર્મમાં ભાજપને કેટલી સીટો મળવાની આશા છે. તેમણે ભાજપ માટે 300 બેઠકોનો અંદાજ લગાવ્યો છે. તેમણે કહ્યું કે 2019ની ચૂંટણીમાં ભાજપને 303 બેઠકો ક્યાંથી મળી? 303માંથી 250 બેઠકો ઉત્તર અને પશ્ચિમ ક્ષેત્રમાંથી આવી હતી.”