અમદાવાદ: Jitoના કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર રહ્યા હતા. અમિત શાહે કહ્યું કે, બધાને મળવાનો મોકો મળ્યો અને માંડીને આનંદ થયો છે. 15 વર્ષ થી jitoની એક્ટિવિટીમાં વધારો થયો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, દેશમાં અનેક ક્ષેત્રમાં સમસ્યા હતી તે સમયે નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી તે સમયે ખાસ તો સુરક્ષા બાબતે પ્રશ્નો હતાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાહે ભાજપ સરકારના વખાણ કરતા કહ્યું કે, મોદી વિકાસ દર ઉપર લાવ્યા છે. અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર પ્રહાર કરતા કહ્યું કે, એક અર્થશાસ્ત્રીએ દેશમાં 10 વર્ષ શાસન કર્યું તૌ તેમણે દેશનો વિકાસ દર ઉચો લાવી શક્યા નહિ. મોદીએ દેશનો વિકાસ દરને ચીન કરતા પણ વધારે કર્યો છે. વઘુમાં તેમણે કહ્યું કે, GSTને ગબ્બરસિંહ ટેક્સ કહેવો અઘરો છે. પરંતુ તેનાથી દેશની અર્થવ્યસ્થામાં સુધારો કરવામાં આવ્યો છે. 


લોકસભાની ચૂંટણીનું કાઉન્ટીંગ પુરુ થશે ત્યારે માર્ચ મહિનો પૂરો થઈ ગયો હશે. ત્યારે દેશની અર્થવ્યાસ્થ દુનિયાનાં 5માં નંબરે હશે. ગુજરાતીઓની આગેવાની પીએમ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે, 2014માં દેશમાં ઘણી તકલીફોમાં હતી તે સમયે ભાજપાની બહુમતી વાળી સરકાર બની હતી.


ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાની રાજકીય ઇનિંગ શરૂ, પહેર્યો કેસરીયો ખેસ
 
દેશના વિકાસ દરને પીએમ નરેન્દ્ર મોદીએ વધાર્યો છે. સોનિયા મનમોહનની સરકારમાં અર્થતંત્રમાં નવમા નંબર પર હતુ. જ્યારે આજે વડાપ્રધાન મોદીએ દેશને છઠ્ઠા નંબર લાવી દીધો છે. વિપક્ષ પર કટાક્ષ કરતા શાહે કહ્યું કે, વિશ્વના આંકડાઓ નરેન્દ્ર મોદીના હાથમાં નથી હોતા. અમુક લોકોને આ આંકડોઓમાં પણ વિશ્વાસ નથી કરતા.