અમદાવાદ (પશ્ચિમ): BJPના કિરિટ સોલંકીને હંફાવવામાં નિષ્ફળ ગયા કોંગ્રેસના રાજુ પરમાર
નવા સિમાંકન બાદ 2009માં અસ્તિત્વમાં આવેલી આ બેઠક પર છેલ્લી બંને ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે. શહેર વિસ્તારમાં આવતી પણ અનામત છતાં ભાજપની આ બેઠક પર જબરદસ્ત પકડ છે. છેલ્લી બંને ચૂંટણીમાં ભાજપના કિરિટ સોલંકી જીત્યા છે. અને હાલની ચૂંટણીમાં પણ તેમને ભાજપે રિપિટ કર્યા છે અને કોંગ્રેસે રાજ્યસભા સાંસદ રહી ચૂકેલા રાજુ પરમારને ટિકિટ આપી હતી. છેલ્લે મળતી માહિતી મુજબ કિરિટ સોલંકીને પોણા પાંચ લાખ મતો મળ્યાં છે, જ્યારે કોંગ્રેસના રાજુ પરમારને પોણા ત્રણ લાખ મતો મળ્યાં છે. મતગણતરી હજુ ચાલુ છે.
મદાવાદ: સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2019ના આજે પરિણામનો દિવસ હતો. જેમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએનો સપાટો જોવા મળ્યો છે. અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપના કિરિટ સોલંકીએ કોંગ્રેસના રાજુ પરમારને 321546 મતોથી હરાવ્યાં.અમદાવાદ પશ્ચિમ બેઠક આમ તો ભાજપનો ગઢ રહ્યો છે. નવા સિમાંકન બાદ 2009માં અસ્તિત્વમાં આવેલી આ બેઠક પર છેલ્લી બંને ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે. શહેર વિસ્તારમાં આવતી પણ અનામત છતાં ભાજપની આ બેઠક પર જબરદસ્ત પકડ છે. છેલ્લી બંને ચૂંટણીમાં ભાજપના કિરિટ સોલંકી જીત્યા છે. અને હાલની ચૂંટણીમાં પણ તેમને ભાજપે રિપિટ કર્યા છે અને કોંગ્રેસે રાજ્યસભા સાંસદ રહી ચૂકેલા રાજુ પરમારને ટિકિટ આપી હતી.
અમદાવાદ (પૂર્વ): ગઢ સાચવવામાં ભાજપને સફળતા, હસમુખ પટેલને જંગી લીડ
જુઓ LIVE TV
ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...