લોકસભા ચૂંટણી 2019 પરિણામ: કોંગ્રેસની પરંપરાગત બારડોલી બેઠક પર BJPનો દબદબો
સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2019ના આજે પરિણામનો દિવસ છે. જેમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએનો સપાટો જોવા મળ્યો છે. ગુજરાતમાં પણ તમામ 26 બેઠકો પર હાલ ભાજપના ઉમેદવારો આગળ છે. કેટલાક તો જંગી બહુમતી ધરાવી રહ્યાં છે. બારડોલી બેઠક પર આ વખતે કોંગ્રેસ દ્વારા અગાઉ અહીંથી બે વખત સાંસદ રહી ચુકેલા તુષાર ચૌધરીને ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે ભાજપ તરફથી પ્રભુ વસાવા મેદાનમાં હતાં. હાલ છેલ્લે મળતી માહિતી મુજબ પ્રભુ વસાવા જંગી બહુમતીથી આગળ છે. પ્રભુ વસાવાને લાખ ઉપર મતો મળ્યાં છે જ્યારે તુષાર ચૌધરીને સવા પાંચ લાખ જેટલા મતો મળ્યાં છે. મતગણતરી હજુ ચાલુ છે.
અમદાવાદ: સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2019ના આજે પરિણામનો દિવસ છે. જેમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએનો સપાટો જોવા મળ્યો છે. ગુજરાતમાં પણ તમામ 26 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. કેટલાકે તો જંગી લીડથી ચૂંટણી જીતી છે. બારડોલી બેઠક પર આ વખતે કોંગ્રેસ દ્વારા અગાઉ અહીંથી બે વખત સાંસદ રહી ચુકેલા તુષાર ચૌધરીને ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે ભાજપ તરફથી પ્રભુ વસાવા મેદાનમાં હતાં. આ બેઠકનું પરિણામ જાહેર થઈ ગયું છે. જે મુજબ જીતેલા ઉમેદવાર પ્રભુ વસાવાને 742273 મતો અને કોંગ્રેસના તુષાર ચૌધરીને 526826 મતો મળ્યાં છે. એટલે કે પ્રભુ વસાવા 215447 મતોથી જીતી ગયાં.
બનાસકાંઠા: ચૌધરી સમાજના બાહુબલી નેતાઓ વચ્ચે જંગ, ભાજપના પરબત પટેલને જંગી લીડ
કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના સુપુત્ર પણ છે. જેમની સામે ભાજપ દ્વારા 2014ની ચૂંટણીમાં તુષાર ચૌધરીને હરાવીને વિજેતા બનેલા પ્રભુ વસાવાને રીપિટ કરવામાં આવ્યા હતાં. એટલે અહીં આ વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર હતી.
ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...