અમદાવાદ: સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2019ના આજે પરિણામનો દિવસ છે. જેમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએનો સપાટો જોવા મળ્યો છે. ગુજરાતમાં પણ તમામ 26 બેઠકો પર ભગવો લહેરાયો છે. એસ ટી માટે અનામત એવી છોટા ઉદેપુર બેઠક ઉપર ભાજપે પહેલીવાર મહિલા ઉમેદવાર ગીતાબેન રાઠવાને તક આપી. ચાલુ સાંસદ રામસિંહ રાઠવાની ટીકીટ કાપી છોટાઉદેપુર બેઠક ઉપર પ્રથમ વાર મહિલા ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતાં. જે સફળ નિવડ્યું. ગીતાબેન રાઠવાએ તેમના હરિફ ઉમેદવાર કોંગ્રેસના રણજીતસિંહ રાઠવાને 3,77,943 મતોથી હરાવ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: ભરૂચમાંથી ભાજપના મૂળિયા ઉખેડવામાં કોંગ્રેસને મળી ધોબીપછાડ


આ બાજુ કોંગ્રેસે રણજીત સિંહ રાઠવાને તક આપી હતી. ગીતાબેન રાઠવા પોતાના નિવાસ સ્થાન કવાંટ તાલુકાની સૈડીવાસન બેઠક ઉપર 1996થી પાંચ વખત સતત જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લો વડોદરામાં સમાવિષ્ટ હતો. ત્યારે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને આરોગ્ય સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે. ગીતાબેન રાઠવાને 764445 મતો અને રણજીતસિંહ રાઠવાને 386502 મતો મળ્યા છે. 



ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...