કિંજલ મિશ્રા/અમદાવાદ:  11મીએ પંડિત દિન દયાલની પુણ્યતિથી હોવાથી જેને ભાજપ દ્વારા દેશભરમા સમર્પણ દિન તરીકે ઉજવવામા આવશે સાથે જ ભાજપ પોતાના કાર્યકર્તાઓ તથા શુભેચ્છકો પાસેથી સમર્પણ નિઘી સ્વરૂપે પાર્ટી માટે ફંડ લેશે જેની શરૂઆત ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહ દિલ્હીથી કરાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હંમેશા પારદર્શીકતાની વાત કરવામા આવે છે અને ભાજપમાં તમામ આયામો પર પારદર્શિતા છે એવુ પ્રસ્થાપિત કરવા અવાર નવાર અનેક પ્રયોગો પણ કરવામા આવે છે જે પૈકી નો એક પ્રયોગ છે સમર્પણ નિધી કાર્યક્રમ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે અંતર્ગત સોમવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દિલ્હી ખાતે પાર્ટી ફંડમાં ફંડ કરશે અને કાર્યકર્તાઓ તથા શુભેચ્છકોને અપીલ પણ કરશે. ત્યારબાદ દેશભરમાં ભાજપના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ દ્વારા સમર્પણ નિધી લેવામાં આવશે. એ વાત અલગ છે કે, ચૂટંણીનો દરમયાન પાર્ટી દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરવામા આવે છે જે માત્ર પ્રજા માંથી આવેલા નોમીનલ ડોનેશનથી શક્ય નથી પરંતુ લોકોને ભાજપ સાથે જોડી રાખવા તેમજ ભાજપએ લોકોના સાથ સહકારથી કાર્યરત પાર્ટી છે. એવુ લોકોને લાગે તે હેતુથી નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા. ત્યારે પ્રથમ વાર આ પ્રયોગ મોટા પાયે કરવામા આવ્યો હતો.


ત્યાર બાદ અવાર નવાર ચૂંટણી સમયે આ કાર્યક્મનો અમલ કરવમા આવે છે. મહત્વનું છે કે, ગત ચૂંટણી વખતે ધનસંગ્રહ નિધી નામ હેઠળ આ કાર્યક્રમ થયો હતો સાથે જ ભાજપના પાર્ટી ફંડ માટે આજીવન સહયોગ નિધિ પ્રકલ્પ પણ કાર્યરત રાખ્યો છે. જો કે આ વખતે યુવાનોને પણ આ કેમ્પેઇન મારફતે ભાજપ સાથે જોડવા માટે નમો એપ દ્વારા પણ ડોનેશન આપી શકાય એવી સવલત ઉભી કરવામા આવી છે. તો કાર્યકર્તાઓએ અભિયાન હેઠળ ઓછોમા ઓછા 2 લોકોનો સંપર્ક કરી આ કાર્યક્રમ સાથે જોડવાનુ સુચન કરાયુ છે.


લોકસભા ચૂંટણી 2019: કોણ કપાશે? કોણ થશે રીપીટ? આ રહ્યું બેઠકોનું ગણિત


સાથે જ મિનિમન રકમ 5 રૂપિયા રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ટૂંક સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાજપના પદાધિકારીઓ નેતાઓ તથા શુભેચ્છકોને નમો એપના માધ્યમથી પાર્ટીફંડ આપવા પહેલ કરવામાં આવી હતી. જો કે ભાજપ અત્યાર સુધીમા પાર્ટી ફંડ મેળવવામા અગ્રેસર રહી હોવાનુ આંકડાઓ પૂરવાર કરે છે. પાર્ટીફંડ હાસલ કરવામાં ભાજપે તમામ પક્ષોનો રેકોર્ડ તોડી નાખ્યા છે. 


  • ભારતની સાત રાજકીય પાર્ટીઓમાંથી ભાજપ દેશની સૌથી ધનવાન પાર્ટી 

  • એડીઆરનો રિપોર્ટ: 2015-16માં ભાજપની મિલ્કતો 894 કરોડ રૂપિયાએ પહોંચી છે.

  • કોંગ્રેસે પોતાની પાસેની 759 કરોડ રૂપિયાની મિલ્કતોની ઘોષણા કરી છે.

  • દેશની ધનવાન પાર્ટીમાં કોંગ્રેસ બીજા ક્રમાંકે છે.


લોકસભા 2019: ગુજરાતની 26 બેઠકો માટે કોંગ્રેસે કર્યું માઇક્રો પ્લાનિંગ, થશે 500 સભાઓ


જાન્યુઆરી 2017માં બિન સરકાર સંગઠન એસોસિએસન ફોર ડેમોક્રેટીક રાઈટ્સ એટલેકે એડીઆરે જાહેર કરેલા રિપોર્ટમાં આ દાવો કરાયો હતો. એડીઆરના રિપોર્ટ બાદ રાજકીય પક્ષોને મળતા ફંડ પર ફરી સવાલો ઉભા થયા હતા. એડીઆરના રિપોર્ટ પ્રમાણે ભાજપ 894 કરોડ રૂપિયાની મિલ્કતો સાથે દેશની સૌથી વધારે ધનવાન પાર્ટી છે. બીજા ક્રમાંકે રહેલી કોંગ્રેસ પાર્ટીની મિલ્કત 759 કરોડ રૂપિયાએ પહોંચી છે. જો કે ટકાવારી પ્રમાણે તૃણમૂલ કોંગ્રેસ રિઝર્વ ફંડમાં 13,447 ટકા અને બીએસપીની રિઝર્વ ફંડમાં 1194 ટકાનો ધરખમ વધારો નોંધાયો છે.