રાજનાથ સિંહે આપ્યો નારો, `ચોકીદાર ચોર નથી, PM બનવાનું શ્યોર છે`
લોકસભા ચૂંટણી 2019માં ગાંધીનગરથી ઉમેદવાર બનાવવામાં આવેલા અમિત શાહ આજે ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યાં છે. નોમિનેશન ફાઈલ કરતા પહેલા અમિત શાહે વિજય સંકલ્પ રેલીને સંબોધન કર્યું. આ રેલીમાં અમિત શાહની સાથે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, રાજનાથ સિંહ સહિત તેમના પરિવારના અનેક નેતાઓ હાજર રહ્યાં. વિજય સંકલ્પ રેલીને સંબોધન કરતા અમિત શાહે લોકોનો આભાર વ્યક્ત કર્યો. બીજી બાજુ આ રેલીને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે નવો નારો આપ્યો.
ગાંધીનગર/નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં ગાંધીનગરથી ઉમેદવાર બનાવવામાં આવેલા અમિત શાહ આજે ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યાં છે. નોમિનેશન ફાઈલ કરતા પહેલા અમિત શાહે વિજય સંકલ્પ રેલીને સંબોધન કર્યું. આ રેલીમાં અમિત શાહની સાથે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, રાજનાથ સિંહ સહિત તેમના પરિવારના અનેક નેતાઓ હાજર રહ્યાં. વિજય સંકલ્પ રેલીને સંબોધન કરતા અમિત શાહે લોકોનો આભાર વ્યક્ત કર્યો. બીજી બાજુ આ રેલીને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે નવો નારો આપ્યો.
સંકલ્પ રેલીને સંબોધિત કરતા રાજનાથ સિંહે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમની દરેક સભામાં કહે છે કે ચોકીદાર ચોર છે. પરંતુ હું રાહુલ ગાંધીને એ કહેવા માંગુ છું કે ચોકીદાર ચોર નથી અને તેમનું પીમ બનવું શ્યોર છે.
ગુજરાતની 26 બેઠકો મોદીજીની ઝોળીમાં નાખો, શાનથી વડાપ્રધાન બનાવો: અમિત શાહની અપીલ
બાલાકોટ એર સ્ટ્રાઈકનો કર્યો ઉલ્લેખ
રાજનાથ સિંહે પૂછ્યું કે જો પાકિસ્તાનના વિભાજન માટે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને શ્રેય આપવામાં આવી શકે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બાલાકોટ એર સ્ટ્રાઈક માટે શ્રેય કેમ નહીં. અત્રે જણાવવાનું કે અમિત શાહ આજે ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી નોંધવવા જઈ રહ્યાં છે. હાલ તેમનો રોડ શો ચાલુ છે.
ગુજરાતની ધરતી પરથી ઉદ્ધવે વિરોધીઓને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું-'અમારા દિલ મળી ગયાં'
રાજનાથ સિંહે કહ્યું કે અમારી સેનાઓને તે વીરતા હતી કે તેમણે પાકિસ્તાનને બે ભાગોમાં વહેંચ્યું. એક પાકિસ્તાન રહ્યું અને બીજું બાંગ્લાદેશ બન્યું. તેમણે કહ્યું કે યુદ્ધ બાદ આપણા નેતા અટલ બિહારી વાજપેયીએ સંસદમાં ઈન્દિરા ગાંધીના વખાણ કર્યાં. દેશભરમાં તેમના વખાણ થયાં. પુલવામા હુમલાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જ્યારે આપણા 40-42 જવાનો ફિદાયીન હુમલામાં શહીદ થયા તો મોદીજીએ આપણી સેનાઓને ખુલ્લી છૂટ આપી દીધી.
જુઓ LIVE TV