ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાત કાંગ્રેસ દ્વારા લોકસભાની 26 બેઠકો માટે સ્ટાર પ્રચારકોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યુ છે. જેને થોડા દિવસોમાં ચુંટણી પંચને મોકલી આપવામાં આવશે. વર્ષ 2017ની વિધાનસભાના સ્ટાર પ્રચારકોની યાદીમાથી કેટલાક નેતાઓને પડતા મુકવામાં આવ્યા છે. જ્યારે કેટલાક નવા નેતાઓના નામ ઉમેરવામાં આવ્યા છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેતાઓની યાદી પર નજર કરીએ તો
રાહુલ ગાંધી,પ્રિયંકા ગાંધી,મનમોહન સિંહ,સોનિયા ગાંધી, અહેમદ પટેલ, ગુલાબનબી આઝાદ,અશોક ગહેલોત,કેપ્ટન અમરીન્દર સિંહ, ભુપેશ બધેલ, કમલનાથ.આનંદ શર્મા,સામ પિત્રોડા,મધુસુદન મિસ્ત્રી, જ્યોતીરાદિત્ય સિંધિયા, નવજોત સિધ્ધુ, રાજ બબ્બર, નગમા, સુસ્મીતા દેવ, સચિન પાયલોટ, મુકુલ વાસનીક, કુમારી શૈલઝા, અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહિલ, સિધ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી, કદીર પીરઝાદા, હાર્દીક પટેલ અને અલ્પેશ ઠાકોરનો સમાવેશ થાય છે.


નરેન્દ્ર મોદી પર PHD કરી સુરત જિલ્લા કોર્ટના વકીલ બન્યા ડોક્ટર


 



જે નેતાઓ લોકસભાની ચુંટણી લડવાના છે તે નેતાઓના નામ સ્ટાર પ્રચારકોની યાદીમાંથી દુર કરવામાં આવ્યા છે. જેમકે ભરતસિંહ સોલંકી, રાજુ પરમાર,તુષાર ચૌધરી જગદીશ ઠાકોર, આ ઉપરાંત કેટલાક કેન્દ્રીય નેતાઓ ગુજરાતમા પ્રેસ કોન્ફરન્સનું પણ સંબોધન કરી શકે છે. જેમાં જયરામ રમેશ,રણદીપ સુરજેવાલ, અભિષેક મનુ સીઘવી કપીલ સીબ્બલનો સમાવેશ થાય છે.