હિતલ પારેખ/ ગાંધીનગર: લોકસભા ચૂંટણી 2019ની તૈયારીઓ દરેક પક્ષ દ્વારા તૈયાર કરી દેવામાં આવી છે. આવી 26 બેઠકોની પર લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ સંપતિવાળા ઉમેદવાર કોગ્રેસ પાસે મહેસાણા બેઠક પરથી લડી રહેલા એ.જે.પટેલ છે. તેઓ પાસે 88.38 કરોડની સંપતિ છે. બીજા ક્રમે નવસારીના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ પાસે 45.33 કરોડની સંપતિ છે. ભાજપ અને કોગ્રેસ બંને ઉમેદવારોમાંથ 25 કરોડથી વધુ સંપતિ ધરાવતા કુલ 7 ઉમેદવારો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના આ ઉમેદવારોનો છે ગુનાહિત ઇતિહાસ, જાણો કોની પર છે કેટલા કેસ

25 કરોડથી વધુ સંપતિ ધરાવતા ઉમેદવારો


નામ મતવિસ્તાર સંપતિ પક્ષ
એ.જે.પટેલ મહેસાણા 88.38 કરોડ કોગ્રેસ
સી.આર.પાટીલ નવસારી  45.33 કરોડ ભાજપ
પૂનમ માડમ જામનગર 39.27 કરોડ ભાજપ
શારદાબેન પટેલ મહેસાણા 37 કરોડ ભાજપ
રમેશ ધડુક પોરબંદર  35.73 કરોડ ભાજપ
મુળુ કંડોરીયા જામનગર 33.30 કરોડ કોગ્રેસ
અમીત શાહ ગાંધીનગર 30.49 કરોડ ભાજપ


આ વાત લક્ષ્મીની થઇ..પણ હવે વાત ઉમેદવારોના અભ્યાસની કરીશુ. ભાજપ અને કોગ્રેસના કુલ 52 ઉમેદવારોમાંથી 10 ઉમેદવાર ધોરણ 10 પાસ કે નપાસ છે. જેમાં સુરેન્દ્રનગરના કોગ્રેસના ઉમેદવાર સોમાભાઇ પટેલ તો માંડ ધોરણ -5 જ પાસ છે. સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર દિપસિંહ રાઠોડ તો ધોરણ -10 નપાસ છે. રાજકોટના ભાજપના ઉમેદવાર અને પુર્વ કેન્દ્રીય મંત્રી મોહન કુડારીયા ધોરણ 8 પાસ છે.



ચોક્કસ આ ઉમેદવારોમાં ભણેલા ઉમેદવારો પણ છે. સુરેન્દ્રનગરના જ ભાજપના ઉમેદવાર ડો.મહેન્દ્ર મુંજપરા સૌથી વધુ ભણેલા ઉમેદવાર છે પોતે એમ.ડી. થયેલા છે. જયારે તેમની પાસેના કોગ્રેસના ઉમેદવાર સોમાભાઇ પટેલ સૌથી ઓછા ભણેલા ઉમેદવાર છે. બારડલીના કોગ્રેસના ઉમેદવાર ડો.તુષાર ચૌધરી અને વલસાડના ભાજપના ઉમેદવાર ડો.કે.સી.પટેલ બંને એમબીબીએસ થયેલા છે. ઇજનેર પણ છે અને બીએડ પાસ ઉમેદવારો પણ લોકસભાની ચૂંટણીમાં ઉભા છે.