Loksabha Election 2024: એક તરફ લોકસભાની ચૂંટણી જેમા જેમ નજીક આવી રહી છે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના મહિના જ બાકી છે ત્યારે હવે કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો, નેતાઓ અને હવે કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ રાજીનામું આપી રહ્યા છે. ગુજરાતમાં ફરી એક વખત લોકસભાની ચૂંટણી પૂર્વે ડાંગ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક વાયરલ વીડિયોના કારણે ખેડામા ત્રણ PIની નોકરી ખતરામાં! ગુજરાત પોલીસની આબરૂના ધજાગરા


50 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓએ કેસરીયો ખેસ ઓઢ્યો
લોકસભાની ચૂંટણી પૂર્વે ડાંગ કોંગ્રેસને મોટો ફટકો પડતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ડાંગ કોંગ્રેસના પીઢ 150 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે. ધવલીદોડ, કોટબા, ધૂળા અને ઘુબીટા ગામનાં પીઢ 150 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે. માજી સરપંચ સયજુભાઈ જાનુભાઇ ઠાકરેની આગેવાની હેઠળ ભાજપ ભગવો ધારણ કર્યો છે. 


આયુષ્યમાન કાર્ડ ધારકો માટે ખુશખબર, આખરે ગુજરાતમાં ખાનગી હોસ્પિટલનો વિવાદ ઉકેલાયો


ડાંગનું રાજકારણ ગરમાયુ
કોંગ્રેસી કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીમાં જોડાતાં ડાંગનું રાજકારણ ગરમાયુ છે. કાર્યક્રમમાં ભાજપ સંગઠન પ્રમુખ કિશોરભાઇ ગાવિત, ગુજરાત સરકારનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, સંગઠન મહામંત્રી હરિરામભાઇ સાવંત, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ભરતભાઈ ભોયે ઉપસ્થિત રહ્યા હતા.


આગામી બે મહિના ગુજરાતનું હવામાન વિચાર્યું નહીં હોય તેવું રહેશે! જાણો અંબાલાલની આગાહી


આપ અને કોંગ્રેસ વચ્ચેના ગઠબંધન
ઉલ્લેખનીય છે કે, આપ અને કોંગ્રેસ વચ્ચેના ગઠબંધનમાં આજે 2 બેઠકો આપને ફાળે ગઈ છે. આપે એડવાન્સમાં ભરૂચ અને ભાવનગર બેઠક માટે ઉમેદવાર જાહેર કરી દીધા હતા. ચૈતર ભલે અહીં મોદીને હરાવવા ના દાવા કરી રહ્યાં હોય પણ અહીં ચૈતર માટે પણ જીતવું સરળ નથી. અહેમદ પટેલના પરિવારને સાઈડલાઈન કરી કોંગ્રેસે ગઠબંધન ધર્મ નિભાવ્યો છે પણ સ્થાનિક કોંગ્રેસ હવે આપને કેટલો સપોર્ટ કરે છે એ સૌથી મોટો સવાલ છે. અહીં આપ કરતાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત છે. વિધાનસભાની 7 સીટ ધરાવતી આ લોકસભા બેઠકમાં 6 સીટ ભાજપ પાસે છે અને 35 વર્ષથી આ સીટ ભાજપનો ગઢ રહી છે. 


હેલ્લો પોલીસ...મારી મમ્મી બીજા લગ્ન કરી રહી છે એને સમજાવો ને, દીકરીએ માંગી મદદ


કેવા રચાઈ રહ્યા છે સમીકરણો?
અહેમદ પટેલે પણ આ સીટને જીતવા માટે મરણિયા પ્રયાસો કર્યા છે પણ આદીવાસી પ્રભુત્વ ધરાવતી આ બેઠક ભાજપના કબજામાં રહી છે. આપ માટે આ બેઠક જીતવી એ લોઢાના ચણા ચાવવા સમાન છે. કોંગ્રેસનો સપોર્ટ મળવો આ બેઠક પર અઘરો છે. અહીં લઘુમતિ સમાજ અહેમદ પટેલના પરિવારને સપોર્ટ કરતો આવ્યો છે. કોંગ્રેસે આ પરિવારની અવગણના કરી છે. ચૈતર માત્ર ડેડિયાપાડાના ભરોસે ભરૂચ બેઠક જીતવાના દાવા કરી રહ્યાં છે પણ આ સરળ નથી. હવે આ બેઠક પર કેવા સમીકરમો રચાય છે એ તો આગામી સમય જ બતાવશે પણ મનસુખ વસાવા ચૂંટમી નહીં લડે એ ફાયનલ છે.