Loksabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે લોકસભા ચૂંટણી પૂર્વે ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં નવી નિમણૂંકો કરાઈ છે. જી હા...ગુજરાતના ૧૩ જિલ્લાઓમાં કોંગ્રેસે જિલ્લા અને શહેર પ્રમુખના નામ જાહેર કર્યા હતા. જેમાં જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદે મનોજ ક્થીરિયાની નિમણૂક કરાઈ છે, તેમજ જામનગર શહેર મનોજ જોષી અને સુરેન્દ્રનગર જિલ્લાની નૌશાદ સોલંકીને જવાબદારી સોંપાઈ છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબીમાં મનોજ ચીખલિયા, ભાવનગરમાં હિતેશ વ્યાસને જવાબદારી સોંપાઈ છે. મહેસાણા જિલ્લા પ્રમુખ પદે હસમુખ ચૌધરી, સાબરકાંઠામાં અશોક પટેલને પ્રમુખ બનાવાયા છે. ભરૂચમાં રાજેન્દ્રસિંહ રાણાને જ્યારે સુરત શહેરમાં ધનસુખ રાજપૂત કોંગ્રેસ પ્રમુખ બનાવાયા છે. રાજકોટ શહેરમાં અતુલ રાજાણી, અમદાવાદ જિલ્લા પ્રમુખ પદે અમરસિંહ સોલંકીને જવાબદારી સોંપાઈ છે. મહીસાગરમાં ગુલાબસિંહ ચૌહાણને જ્યારે પાટણમાં ગેમર રબારીને પ્રમુખ બનાવાયા છે.


ગુજરાતના ૧૩ જિલ્લાઓમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ, જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખોની નિમણુંક કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલની નિમણુંક કરાઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી ડિપાર્ટમેન્ટમાં વર્કીંગ ચેરમેનો તરીકે રાજેશ કાનજીભાઈ દેસાઈ, એડવોકેટ (પાટણ), મહેશભાઈ રાજપુત (રાજકોટ) તથા રાજેશભાઈ આહીર(મોરબી)ની નિમણુંક થઈ છે.



ગુજરાતના ૧૩ જિલ્લાઓમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખોમાં... 


  • મનોજ ગોરધનભાઈ કથીરીયા – જામનગર જિલ્લો

  • મનોજ ભીખાભાઈ જોષી – જૂનાગઢ શહેર

  • નૌશાદ સોલંકી – સુરેન્દ્રનગર જિલ્લો

  • કિશોર ચીખલીયા – મોરબી જિલ્લો

  • હિતેશ મનુભાઈ વ્યાસ – ભાવનગર શહેર

  • હસમુખભાઈ રાજેશભાઈ ચૌધરી – મહેસાણા જિલ્લો 

  • અશોક નાથાભાઈ પટેલ – સાબરકાંઠા જિલ્લો

  • રાજેન્દ્રસિંહ રાણા – ભરૂચ જિલ્લો

  • ધનસુખ ભગવતીપ્રસાદ રાજપૂત – સુરત શહેર

  • દિનેશ નાનુભાઈ સાવલિયા (વર્કીંગ પ્રેસીડેન્ટ) – સુરત શહેર

  • વિપુલ બાબુભાઈ ઉધનાવાલા (વર્કીંગ પ્રેસીડેન્ટ) – સુરત શહેર

  • અતુલ રસીકભાઈ રાજાણી – રાજકોટ શહેર

  • અમરસિંહ રામુભાઈ સોલંકી – અમદાવાદ જિલ્લો

  • ગુલાબસિંહ ચૌહાણ – મહીસાગર જિલ્લો

  • ગેમરભાઈ જીવણભાઈ રબારી – પાટણ જિલ્લાનો સમાવેશ થાય છે.