અમદાવાદ: લોકસભા ચૂંટણી 2019ના મતદાનના સાતેય તબક્કા આજે પૂર્ણ થયા અને હવે 23મી મેના રોજ પરિણામ જાહેર થશે. પરંતુ તે પહેલા એક્ઝિટ પોલ બહાર પડવા લાગ્યા છે. જેમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર ફરીથી આવશે તેવું કહેવાય છે. એનડીએ સરકારને પૂર્ણ બહુમત મળશે તેવી વાત એક્ઝિટ પોલમાં કરાઈ છે. એનડીએને 300 બેઠકો મળી શકે છે. અનેક રાજ્યોમાં ભાજપ ક્લિન સ્વીપ કરતો જોવા મળી રહ્યો છે. ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે. ગુજરાતમાં ભાજપને આજતક અને એક્સિસ માઈ ઈન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ 25-26 બેઠકો મળી શકે છે. કોંગ્રેસને 0-1 બેઠક મળે તેવું અનુમાન કરાયું છે. કોંગ્રેસની આશાઓ ફરીથી એકવાર ધરાશયી થતી જોવા મળી રહી છે.  2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને કુલ 26માંથી 26 બેઠકો મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાએક્ઝિટ પોલ 2019 ઝી 24 કલાક
ઝી 24 કલાકના મહાએક્ઝિટ પોલ મુજબ આ વખતે ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારને 300 બેઠકો, યુપીએને 128 જ્યારે અન્યના ફાળે 114 બેઠકો જઈ શકે છે. 


video જાણીતા જ્યોતિષાચાર્યે લોકસભા ચૂંટણી પરિણામો અંગે કરી 'ભવિષ્યવાણી', કહ્યું-રાહુલ ગાંધી સારા પરંતુ....


ન્યૂઝ 24-ચાણક્યનો સર્વે
આ સર્વે મુજબ ગુજરાતમાં ભાજપને 24-26 બેઠકો મળી શકે છે. કોંગ્રેસના ખાતામાં 0-2 બેઠકો જઈ શકે છે.


એબીપી-નીલસનનો સર્વે
એબીપી-નીલસનના સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં ભાજપને 24-26 બેઠકો મળી શકે છે. 


ટીવી 9- સી વોટરનો સર્વે
આ સર્વે મુજબ કોંગ્રેસને 4 બેઠકો મળી શકે છે જ્યારે ભાજપના ફાળે 22 બેઠકો જઈ શકે છે. આ 4 બેઠકો કોંગ્રેસને સૌરાષ્ટ્રમાંથી મળી શકે તેવું કહેવાઈ રહ્યું છે. 


ન્યૂઝ 18-IPSOનો સર્વે
આ સર્વે મુજબ ગુજરાતમાં ભાજપને 25 અને કોંગ્રેસને ફાળે એક બેઠક જઈ શકે છે. 


ટાઈમ્સ નાઉ-વીએમઆર વોટરનો સર્વે
જે મુજબ એનડીએને દેશમાં 306 બેઠકો મળી શકે છે. જ્યારે યુપીએને 132 અને અન્યને ફાળે 104 જઈ શકે  છે. આ સર્વે મુજબ ગુજરાતની 26 બેઠકોમાંથી 25 ભાજપને અને 1 કોંગ્રેસને ફાળે જઈ શકે છે. 


જુઓ LIVE TV


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...