રાજેન્દ્ર ઠક્કર/ભુજ: કચ્છમાં વસવાટ કરનારાં 89 લોકોને 2019માં પહેલીવાર સાંસદને મત આપવાનો અધિકાર મળ્યો છે. ચૂંટણી વિધાનસભાની હોય કે લોકસભાની દર વખતે કોઈને કોઈક રીતે ચૂંટણી પ્રચારમાં ‘પાકિસ્તાન’નું નામ ઉછળતું રહે છે. પાકિસ્તાનનું નામ પડે એટલે સરહદી કચ્છવાસીઓના કાન સરવા થાય તે સહજ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રચારમાં પાકિસ્તાનની ચાલતી ચર્ચાઓ વચ્ચે લોકસભા ચૂંટણીમાં આ વખતે કચ્છમાં 89 પૂર્વ પાકિસ્તાની નાગરિકોને પહેલીવાર સંસદસભ્યને ચૂંટવાની તક મળી છે. મૂળ પાકિસ્તાની પરંતુ વર્ષોથી ત્યાંથી હિજરત કરી કચ્છમાં વસવાટ કરી રહેલાં 89 લોકોને છેલ્લાં 3 વર્ષ દરમિયાન ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત થયું છે. 2016માં 17, 2017માં 26 અને 2018માં 46 પાકિસ્તાનીઓને ભારતીય નાગરિક્તા પ્રદાન કરવામાં આવી છે. 


કલેક્ટર સમક્ષ હજુ’યે 23 અરજીઓ નિકાલ માટે પડતર છે. ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરનારાં તમામ લોકો આધારકાર્ડ, ચૂંટણી ઓળખપત્ર, રાશનકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ વગેરે મેળવવા હક્કદાર છે. કચ્છમાં વસવાટ કરનારાં 89 લોકોને 2019માં પહેલીવાર સાંસદને મત આપવાનો અધિકાર મળ્યો છે.


અમદાવાદ: દાણીલીમડા પાસે થયો બ્લાસ્ટ, 3ના મોત 2 ઘાયલ


1971ના યુધ્ધ બાદ પાકિસ્તાનથી સ્થળાંતર કરીને કચ્છમાં વસવાટ કરનારાં સોઢા શરણાર્થીઓ હોય કે લોંગ ટર્મ વિઝા (LTV) પર કચ્છમાં દોઢ-દોઢ કે બબ્બે દાયકા સુધી વસવાટ કરનારાં પાકિસ્તાની નાગરિકો હોય, ભારતીય નાગરિક્તાના અભાવે નિરાશ્રિત જેવું જીવન જીવતા હતા. ભારતીય નાગરિક ના હોઈ તેઓ બેન્ક એકાઉન્ટ ખોલાવી શકતા નહોતા કે, રાશનકાર્ડ મળતાં નહોતા. પાકિસ્તાનથી ત્રસ્ત થઈને ભારત આવ્યા બાદ આ હિજરતી પરિવારો અહીં અનેક રીતે હેરાન થતા હતા.


નિવૃત IAS અધિકારી જગતસિંહ વસાવાની વકીલાતની ડીગ્રી ચેક કરવા હાઇકોર્ટનો આદેશ

પાકિસ્તાનના પૂર્વ એમ.એલ.એ અને પૂર્વ મંત્રી 
પાકિસ્તાન ના ચાલુ ધારાસભ્ય હોવા છતાં પણ પાકિસ્તાન મૂકીને અહીં ભારતમાં વસવાટ કર્યો છે. અને હવે આ સરકારમાં એમને ભારતની નાગરિકતાનો અધિકાર પણ મળી ગયો છે. પોતાની બે પેઢીને આ નાગરિકતાનો અધિકાર મળેલો છે. હજી એક પેઢીનો બાકી છે. નાના છોકરાઓના કાગળો અત્યારે ફાઈલિંગમાં છે.


કોંગ્રેસની સરકાર વખતે અત્યારે જે શરત છે નાગરિકતા મેળવવા માટેની એ સવલત ત્યારે ન હતી. જ્યારે હવે ભાજપની સરકાર આવ્યા પછી અને એમાંય ખાસ કરીને મોદીજીએ પોતે આ અંગે રસ કેળવીને આ કામની અગ્રતા આપી જેથી અમને એની ખુશી પણ છે. મોદીજી સાથે બેથી ત્રણ વખત મુલાકાત પણ એમણે કરી છે. મોદી સાહેબે સારી સગવડતા કરી આપી છે. જેના કારણે ઘણી બધી મુશ્કેલીઓ હલ થઈ ગઈ છે.


જાણો કેમ વડોદરાના આ વ્યક્તિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યો અંગત ખાતાનો ચેક


હવે પૂરા ગુજરાતમાં જે લોકો પાકિસ્તાનથી આવેલા હશે અને ભારતીય નાગરિક બનવા માગતા હશે. એ લોકોને અહીંની સરકાર નાગરિકતા આપશે હવે નાગરિકતા મળવાના કારણે વોટર કાર્ડ આધારકાર્ડ પાનકાર્ડ જેવી કે હિન્દુસ્તાનના નાગરિકને ભારતના નાગરિકને સવલત મળે છે એ અમને મળશે અમે પુરા દેશમાં ફરી શકીશું અને ઘર મકાન પણ ખરીદી શકીશું. વ્યવસાય પણ કરી શકીશું અને હવે મતદાન પણ કરી શકીશું. આમ પૂર્વ પાકિસ્તાનના નાગરિકો ભારતમાં પોતાને સંરક્ષિત સમજે છે અને ભારતમાં રહેવાની ઇચ્છા ધરાવે છે.