Gujarat Congress: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસના પ્રભારી તરીકે મુકુલ વાસનિકની નિમણુંક કરવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક ગુજરાત કોંગ્રેસના પ્રભારી બન્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ભુક્કા કાઢી નાંખે તેવી આગાહી! આ તારીખથી આ વિસ્તારોમા શરૂ થશે અતિભારે વરસાદ


આગામી 2024ની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકેની નિમણૂંક કરવામાં આવી છે. આજે કોંગ્રેસ દ્વારા ગુજરાતનાં કોંગ્રેસનાં પ્રભારી તરીકે મુકુલ વાસનિકને કમાન સોંપવામાં આવી છે. 


જાહેરમાં ઝઘડનાર ભાજપના ધારસભ્ય અને સાંસદ કોણ? દિલ્લી સુધી પહોંચેલાં છે બન્નેના તાર


રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક ગુજરાત કોંગ્રેસના પ્રભારી બન્યા છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા મુકુલ વાસનિકને ગુજરાતના પ્રભારી મહાસચિવ નિયુક્ત કરાઈ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, રઘુ શર્માના રાજીનામા બાદ પ્રભારીનું પદ  ખાલી પડ્યું હતુ. મુકુલ વાસનિક અગાઉ પણ પ્રભારી રહી ચુક્યા છે.


પ્રેમ સંબંધનો કરૂણ અંજામ: સુરતની પરણિતાને ત્રીજા મહિને જ પતિએ મધરાત્રે ઢોરમાર માર્યો


કોણ છે મુકુલ વાસનિક 


  • મુકુલ વાસનિક  મહારાષ્ટ્રના નેતા છે

  • રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ

  • 27 સપ્ટેમ્બર 1959ના રોજ બુધીસ્ટ પરિવારમાં જન્મ

  • કોગ્રેસના પુર્વ સાંસદ બાલ કૃષ્ણ વાસનીકના દિકરા

  • 1984 થી 1986 સુધી એનએસયુઆઇ ઇન્ડીયાના પ્રમુખ

  • 1988 થી 1990 ઇન્ડીયન યુથ કોંગ્રેસના પ્રમુખ

  • 1984 થી 1985 એનએસયુઆઈના ખજાનચી

  • વર્ષ 1984ની લોકસભાની ચુંટણીમાં મહારાષ્ટ્રના બુલધાના થી સાંસદ તરીકે ચુંટાયા

  • 25 વર્ષની ઉંમરે સૌથી યુવા સાંસદ તરીકે ચુંટાયા હતા

  • 3 મે 2009 થી 27 ઓક્ટોબર 2012 સુધી કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી રહ્યા

  • 1993 થી 1996 સુધી કેન્દ્રીય શિક્ષણ મંત્રી રહ્યા

  • 1993 થી 1996 રાજ્યકક્ષાના યુવા અને રમત ગમત મંત્રી તથા સંસદીય બાબતોના મંત્રી રહ્યા

  • બીએસસી એમબીએ સુધીનો કર્યો છે અભ્યાસ