તેજશ દવે, મહેસાણા: મહેસાણાની લોક સિંગર કાજલ મહેરિયાએ ભારતના શહીદ સૈનિકોના સમર્થનમાં આવી લોકોને અપીલ કરી છે. ચીનને પાઠ ભણાવવા ચીનની વસ્તુઓનું બાયકોટ કરવા અપીલ કરી છે. કાજલ મહેરિયાએ ટીકટોક અને અન્ય ચીજોનો બહિષ્કાર કર્યો છે. ટીકટોકમાં 1 મિલિયન સમર્થકો હોવા છતાં કાજલ મહેરિયાએ તેના મોબાઇલમાંથી ટીકટોક એકાઉન્ટ દુર કર્યું છે. પોતાના ચાહકોને પણ ટીકટોક તેમજ અન્ય ચાઇના આઇટમો દુર કરવા અપીલ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:-  ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળનો મહત્વનો નિર્ણય, 15 ઓગસ્ટ સુધી કામગીરી સ્થગીત


ઉલ્લેખનીય છે કે, ચીનમાંથી ફેલાયેલ કોરોના વાયરસને પગલે વિશ્વભરમાં ચીનનો વિરોધ થયો છે. આવામાં ભારતમાં પણ ચીનની બનાવટની વસ્તુઓનો બહિષ્કા કરવાની માંગ ઉઠી હતી. તેમજ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ વધારવા પર ભાવ મૂકાયો છે. આવામાં કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે ચાઈનીસ વસ્તુઓનો બહિષ્કાર કરવા માટે માસ્ક અને ચાના કપ બનાવ્યા છે. ચીનના ભારત વિરોધી વલણને જોતા કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા આ પગલું લીધું છે. ‘ભારતીય ચીજો અમારું ગૌરવ’ ટાઈટલ હેઠળ સ્વદેશી અભિયાન શરૂ કરાયું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube