નવનીત દલવાડી/ભાવનગર: રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરષોત્તમ સોલંકીના 63માં જન્મદિવસે શિહોરના જાંબાળા ગામે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે આકાર પામી રહેલા શૈક્ષણિક સંકુલના લાભાર્થે યોજાયેલા લોકડાયરામાં લોકગાયક માયાભાઈ આહીર સહિતના કલાકારોએ રમઝટ બોલાવતા ડાયરામાં ઉપસ્થિત હીરાભાઈ સોલંકી સહિતના આગેવાનોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Ahmedabad Airport: પિક્ચર જેવો ખતરનાક સીન! અમદાવાદમાં રનવે ને અડી ફરી ઉડ્યું પ્લેન


ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી પરસોતમ સોલંકીના 63માં જન્મ દિવસની ઉજવણી નિમિતે કોળી સેના અને સમસ્ત કોળી સમાજ દ્વારા પરસોતમ સોલંકીના વિધાનસભા મતક્ષેત્રમાં આવતા શિહોર તાલુકાના જાંબાળા ગામે ગાંધીનગર ખાતે બની રહેલા શૈક્ષણિક સંકુલના લાભાર્થે ભવ્ય રંગ કસુંબલ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. 


Gold Silver Price Today: આજે સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત


આ લોક ડાયરો શૈક્ષણિક સંકુલના લાભાર્થે યોજાયો હોય ઉપસ્થિત શ્રોતાઓએ દિલખોલીને અનુદાન કર્યું હતું. માયાભાઈ આહિર, બ્રિજરાજદાન ગઢવી, ઉર્વશી રાદડીયા સહિતના કલાકારોએ સુર ની રમઝટ બોલાવતા કાર્યક્રમમાં ઉપસ્થિત હીરાભાઈ સોલંકી સહિતના આગેવાનોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો, તેમજ પરષોત્તમ સોલંકીને 63માં જન્મદિવસ ની શુભકામનાઓ પાઠવી હતી, તેમજ સંતો મહંતો એ ઉપસ્થિત રહીને મંત્રી પરસોત્તમ સોલંકી ને આશીર્વાદ પાઠવ્યા હતા. સાથે સાથે ગ્રામજનો દ્વારા પણ આતેશબાજી કરી પરસોત્તમ સોલંકીના જન્મદિનના વધામણાં કર્યા હતા. 


નવી સંસદના ઉદ્ઘાટનને લઈને બબાલ, આ 19 પક્ષોનો બહિષ્કાર, નરેન્દ્ર મોદી જ કેમ?


આ પ્રસંગે મંત્રી પરસોત્તમ સોલંકીએ જણાવ્યું હતું કે, પોતાને મળેલી જવાબદારી સાથે લોકઉપયોગી કાર્યો અવિરત ચાલુ રહેશે, જે 'ભાષણબાજી કરે એ કોઈ દી કામ ના કરે અને મને એ ફાવતું નથી' પરસોતમ સોલંકીએ અંતે મર્મસ્પર્શી "ઝૂંપડી એ કોક તો જાજો" ભજનની બે પંક્તિ ગાતા સમયે તેઓ ભાવુક થયા હતા. આ લોકડાયરામાં ધારાસભ્ય ગૌતમ ચૌહાણ, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, રાજેન્દ્રસિંહ રાણા, ભાજપ જિલ્લા પ્રમુખ આર.સી. મકવાણા સહિત રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. 


ગુજરાત પર ફરી મોટું સંકટ! ભારે પવન સાથે ફૂંકાશે વિનાશક વાવાઝોડુ, આ વખતે સાચવજો