ઝી બ્યુરો/ગીર સોમનાથ: ડાયરામાં (ઘોર) રૂપિયા ઉડાવીને કલાકારોને બિરદાવી ગાયોનું કાર્ય કરવા કળાના કદરદાનમાં સ્પર્ધા લાગે છે. સોમનાથનાં પૂર્વ ધારાસભ્ય રાજશીભાઇ જોટવાનાં આદ્રી ગામે ભાદરવા માસ નિમિત્તે કસુંબલ લોક ડાયરો યોજાયો હતો. જેમાં ગોપાલ સાધુ, રાજા ગઢવી, પૂનમ ગઢવી, હાજી રમકડું, સહિતનાં કલાકારોએ રંગત જમાવી હતી. ડાયરામાં સંખ્યાબંધ લોકોએ કલાકારો પર ચલણી નોટોનો વરસાદ કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ એક ભૂલના કારણે કર્ણને પણ સ્વર્ગમાંથી 16 દિવસ પૃથ્વી પર આવવું પડ્યું હતું, આ છે કથા


પૈસા ઉડાડવાનાં મામલે વારંવાર છેડાતા વિવાદ અંગે આયોજક રાજસી જોટવાએ જણાવ્યું હતું કે, ભીખુદાન ગઢવીથી લઈને પ્રાણલાલ વ્યાસ અને પ્રફુલ દવે સહિતના કલાકારોને આ ગામે સૌપ્રથમ મંચ આપ્યું હતું. આ ગામમાં ડાયરાઓમાં ભજન, લોકગીતો થતા હોય ત્યારે આવી કલા કોઇ કલાકાર પીરસતો હોવાની પરંપરા છે. ત્યારે ડાયરામાં પૈસારૂપી ઘોર ઉડી રહી છે એ ગાયોની સેવાના કાર્યમાં વપરાશે એ કારણે જ ભક્તો ડાયરામાં પૈસા ઉડાવે છે. 


છાપરા સંભાળજો! તેજ રફ્તાર પકડશે પવન, ગુજરાતમાં વરસાદ અંગે હવામાનની સૌથી મોટી આગાહી


ડાયરામાં ઉડેલા રૂપિયા પણ ગોશાળામાં જ આપી દેવામાં આવશે અને તેનું ઓડિટ પણ રજૂ કરવામાં આવે છે. આવા કાર્યક્રમોમાં ઘોર કરતા તમામ લોકો આડકતરી રીતે દાન જ કરે છે.


પ્રથમ નોરતે શનિદેવની ચાલમાં થશે મોટો ફેરફાર, 3 રાશિવાળાનું ભાગ્ય પલટી જશે, ધનલાભ થશે