લોકસભા ચૂંટણી 2019: રાજ્યમાં 26 બેઠક પર કુલ 371 ઉમેદવાર મેદાનમાં
ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો રંગ ધીમે ધીમે પકડી રહ્યો છે. 4 એપ્રિલના રોજ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો. 6 એપ્રિલ રોજ ઉમેદવારી ફોર્મ ચકાસણી થઈ ગયા બાદ ચૂંટણી પંચ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ હવે રાજ્યમાં 26 બેઠકો માટે કુલ 371 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે.
હીતલ પારેખ/ ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો રંગ ધીમે ધીમે પકડી રહ્યો છે. 4 એપ્રિલના રોજ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો. 6 એપ્રિલ રોજ ઉમેદવારી ફોર્મ ચકાસણી થઈ ગયા બાદ ચૂંટણી પંચ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ હવે રાજ્યમાં 26 બેઠકો માટે કુલ 371 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે.
ગુજરાત રાજ્યની 26 લોકસભા બેઠક પર કુલ 572 ઉમેદવારી પત્ર ભરાયા હતા. તેમાંથી ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી વિવિધ નિયમાનુસારની ચકાસણી બાદ 120 ઉમેદવારી પત્રક ખામીયુક્ત હોવાને કારણે ચૂંટણી પંચ દ્વારા તેમને રદ્દ કરી દેવાયા છે. આમ, 8 એપ્રિલ, 2019ના રોજ ગુજરાતમાં 26 લોકસભા બેઠક માટે હવે 371 ઉમેદવાર મેદાનમાં છે.
પાકવિમાને લઇને ખેડૂતોને થતા અન્યાય માટે કોંગ્રેસના 3 ધારાસભ્યોના ધરણાં
લોકસભા ચૂંટણી 2019: રાજ્યમાં મહિલા મતદારોની ભૂમિકા નિર્ણાયક રહેશે
રાજ્યમાં સૌથી વધુ 48 ઉમેદવારી પત્ર સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભરવામાં આવ્યા હતા. જેમાંથી 5 ફોર્મ રિજેક્ટ થઈ ગયા હતા અને થોડા ઉમેદાવરોએ તેમની ઉમેદવારી પાછી ખેચી હતી. હવે આ બેઠક પર 31 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. રાજ્યમાં સૌથી ઓછા 11 ઉમેદવારી પત્ર દાહોદ અને વલસાડની બેઠક પર ભરવામાં આવ્યા હતા. જેમાં અનુક્રમે 3 અને 2 ફોર્મ રિજેક્ટ થયા છે. આથી દાહોદની બેઠક પર હવે 7 અને વલસાડની બેઠક પર 9 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં રહ્યા છે. દાહોદ ઉપરાંત છોટા ઉદેપુરની બેઠક પર પણ માત્ર 8 ઉમેદવાર જ ચૂંટણી મેદાનમાં રહ્યા છે.
બેઠક | કુલ ઉમેદવાર |
બારડોલી | 12 |
મહેસાણા | 12 |
વલસાડ | 9 |
ગાંધીનગર | 17 |
ભરૂચ | 17 |
રાજકોટ | 10 |
દાહોદ | 7 |
બનાસકાંઠા | 14 |
સુરેન્દ્રનગર | 31 |
જામનગર | 28 |
વડોદરા | 13 |
સાબરકાંઠા | 20 |
અમરેલી | 12 |
અમદાવાદ પૂર્વ | 26 |
અમદાવાદ પશ્વિમ | 13 |
ભાવનગર | 10 |
પોરબંદર | 17 |
ખેડા | 7 |
કચ્છ | 10 |
પાટણ | 12 |
જૂનાગઢ | 12 |
આણંદ | 10 |
પંચમહાલ | 6 |
છોટાઉદેપુર | 8 |
સુરત | 13 |
નવસારી | 25 |
કુલ | 371 |
સુરેન્દ્રનગર પછી જામનગરમાં સૌથી વધુ 46 ઉમેદવારી પત્ર ભરાયા હતા. જેમાંથી 12 ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા હતા. અને 4 ઉમેદાવારોએ હવે અહીં 28 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં રહ્યા છે.
લોકસભા ચૂંટણી 2019: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સામે 16 ઉમેદવાર મેદાનમાં
રાજ્યમાં જામનગર પછી સૌથી વધુ 28 ઉમેદવારી પત્ર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ જ્યાંથી ચૂંટણી લડવાના છે ત્યાં ગાંધીનગરની બેઠક પર ભરાયા છે. ગાંધીનગરમાં 11 ઉમેદવારી પત્ર રદ્દ થયા છે. જ્યારે બીજા ઉમેદવારોએ તેમના ફોર્મ પાછા ખેચી લીઘા છે અને હવે કુલ 34 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. અમીત શાહની સામે કોંગ્રેસ તરફથી ગાંધીનગર ઉત્તરના વર્તમાન ધારાસભ્ય સી.જે. ચાવડાએ ઉમેદવારી નોંધાવી છે.