કિંજલ મિશ્રા/ અમદાવાદઃ અમદાવાદ શહેરની લોકસભા બેઠકને અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચવામાં આવી છે. અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારનો ચૂંટણી પંચની યાદીમાં બેઠક નંબર 8 છે. આ બેઠકનું રાજકીય સમીકરણ જાણવાનો પ્રયાસ કરીશું. આ બેઠક વર્ષ 2009થી અમલમાં આવી છે. આ અગાઉ માત્ર અમદાવાદ અને ગાંધીનગર એમ બે લોકસભા બેઠક હતી. અમદાવાદ પશ્ચિમ બેઠકને ચૂંટણી પંચ દ્વારા અનામત બેઠક જાહેર કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2009માં ભાજપે ડોક્ટર કિરીટ સોલંકીને પ્રથમ વાર ટીકીટ આપી હતી. જેમની સાથે કોંગ્રેસ દ્વારા શૈલેષ પરમાર ચૂટંણીના મેદાનમાં ઉતારાયા હતા. ભાજપના ડોક્ટર કિરીટ સોલંકીનો  2009માં 91127 વોટથી વિજય થયો હતો. વર્ષ 2014માં ભાજપે ફરી ડોક્ટર કિરીટ સોલંકી પર પસંદગી નો કળશ ઢોળ્યો ત્યારે કોંગ્રેસે ઇશ્વર ભાઇ મકવાણાને મેદાનમાં ઉતારાયા હતા. ભાજપે આ બેઠક પર ફરીથી ભગવો લહેરાવ્યો હતો. કિરીટ સોલંકીએ 320311 વોટના માર્જીનથી જીત મેળવી હતી. કોંગ્રેસના ઉમેદવાર ઇશ્વર સિહ મકવાણાએ પણ ત્યાર બાદ કોંગેસનો સાથ છોડી ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. 


અમદાવાદ પશ્ચિમ બેઠકમાં મતદારોની કુલ સંખ્યા 15,31,080 છે. જેમાં 7,42,922 પુરુષ તથા 6,88,158 મહિલા મતદાર છે. આ લોકસભા બેઠકમાં 7 વિઘાનસભા બેઠક - એલિસ બ્રિજ, અમરાઇવાડી, દરિયાપુર, જમાલપુર, ખાડીયા, મણિનગર, દાણીલીમડા અને અસારવાનો સમાવેશ થાય છે. સાસંદ કિરીટ સોલકીને અત્યાર સુધી 2 વાર શ્રેષ્ઠ સાંસદનો એવોર્ડ મળી ચૂક્યો છે અને લોકસભામાં તેમની 81 ટકાથી વઘુ હાજરી નોંઘાઇ છે, જે ગુજરાતના સાંસદોમાં સૌથી મહત્તમ છે. 


કિરીટ સોલંકીએ છેલ્લા પાંચ વર્ષમાં પોતાના તમામ વિધાનસભા વિસ્તાર અને AMCને વિકાસ કાર્યો માટે કુલ 15 કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવી છે. ફાળવવામા આવી છે. ખાનગી રીપોર્ટ પ્રમાણે છેલ્લા 10 વર્ષમાં તેમની સામાજિક સહભાગિતા 100 ટકા રહી છે. તેમણે લોકસભામાં 98 પ્રાઇવેટ બિલ રજૂ કર્યા હતા. વિવિઘ પ્રશ્નોત્તરી સત્રમાં 99 જેટલા સવાલો પૂછવામાં આવ્યા છે. અત્યાર સુધી સત્રમાં 96 જેટલી ચર્ચાઓમાં તેમણે ભાગ લીઘો છે.  


છેલ્લા 5 વર્ષમા સાસંદ તરીકે તેમને સૌથી વધુ સફળતા પાટણ-કાસા-ભીલડી રેલ્વે લાઇન માર્ગના નિર્માણમાં આવતી અડચણો દૂર કરવામાં મળી છે. પુરાતત્વ વિભાગ અને રેલ્વે વચ્ચે 566 મીટર જમીનનો વિવાદ 1955થી પડતર હતો, જેનો ઉકેલ ન આવતા રેલ લાઇનનું કામ શરૂ થઇ શક્તું ન હતું. સાથે જ અમદાવાદ પશ્ચિમમાં કેટલાક બ્રિજ અને રોડ રસ્તા પણ તેમની ટર્મમાં બનાવવામા આવ્યા છે, જેમાં સાસંદની ગ્રાન્ટનો ઉપયોગ કરાયો છે. 


કિરીટ સોલકીએ પોતાના સમયમાં સૌથી વધુ ધ્યાન એસસી/એસટી તથા દલિત સમુદાય પર કેન્દ્રીત કર્યું હતું.  યુપીએ સરકાર દ્વારા એસસી/એસટીને ફાળવવામાં આવતા પેટ્રોલ પંપના નિયમોમાં ફેરફાર કરી બંધ કરી દેવાયા હતા, જેને ફરી શરૂ કરાવ્યા હતા. કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજનાથી માંડીને અનેક યોજનાઓનો પોતાના વિસ્તારમાં મહત્તમ અમલીકરણ કરાવ્યું છે. ઉના કાંડ દરમ્યાન પણ કિરીટ સોલંકીએ પક્ષમાં અને સરકાર સમક્ષ સક્રિય ભૂમિકા ભજવી હતી. 


ભાજપના પ્રાદેશિક અને રાષ્ટ્રીય નેતૃત્વમાં તેમની સ્વીકૃતિ છે. સ્થાનિક સ્તરે તેમનો વિરોઘ થતો રહે છે પરંતુ સુત્રો મુજબ પાર્ટી તેમને ફરીથી રીપીટ કરી શકે છે.


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...