અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે, તેઓ અમદાવાદમાં 4 કિમી લાંબી રેલી કાઢશે અને ત્યાર બાદ ગાંધીનગર ઉમેદવારી પત્રક ભરવા માટે જશે. અમીત શાહની સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના ભાજપના ટોચના નેતાઓ પણ હાજર રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહની વિશાળ રેલી
અમિત શાહ લોકસભા બેઠકનું ફોર્મ ભરતા પહેલા અમદાવાદ શહેરમાં 4 કિમી લાંબી એક વિશાળ રેલી કાઢવાના છે. આ રેલી અમદાવાદના નારણપુરામાં આવેલા સરદાર પટેલના બાવલાથી શરૂ થશે. અમિત શાહ સવારે 9.30 કલાકે અહીં પહોંચીને બાવલાને હાર પહેરાવશે અને ટૂંકું સંબોધન કરશે. ત્યાર બાદ અમિત શાહના રોડ શોની શરૂઆત થશે. 


નારણપુરા સરદાર પટેલના બાવલાથી અમિત શાહનો કાફલો હોટલ ડીઆરએચ, મહેતા સ્વીટમાર્ટ થઈના નારણપુરા ચાર રસ્તા પર નિકળશે. અહીંથી કામેશ્વર મંદીર, અંકુર ચાર રસ્તા થઈ જીએસસી બેન્ક પાસે પહોંચશે. ત્યાંથી શ્રીજી ડેરી, સત્યા ટાવર-2 થઈને પ્રભાત ચોકમાં પહોંચશે. પ્રભાત ચોકથી સમર્પણ ટાવર થઈને રેલી સરદાર ચોકમાં સમાપ્ત થશે. સવારે 10.35થી શરૂ થયેલો આ રોડ શો બપોરે 12.30 કલાકે પુરો થશે. 


રોડ શો પુરો થયા બાદ અમિત શાહ સીધા જ ગાંધીનગર જવા માટે રવાના થશે. ગાંધીનગરમાં પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સ્વાગત કાર્યક્રમ પુરો થયા બાદ કલેક્ટર ઓફિસમાં અમિત શાહ ફોર્મ ભરવા માટે જશે. 


ભાજપના અધ્યક્ષ અમીત શાહની રેલીમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત 


ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેલીમાં સુરક્ષા પૂરી પાડવા માટે શહેર પોલીસ દ્વારા 1100થી વધુ પોલીસ કર્મચારીઓને જવાબદારી સોંપાઈ છે. રેલીના બંદોબસ્તમાં 01 આઈજી, 03 DSP, 04 SP, 10 PI, 80 PSI અને 1100 પોલીસ કર્મચારી ખડેપગે તૈનાત રહેશે. આ ઉપરાંત, અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ એસઓજી  અને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ પણ સતત પેટ્રોલિંગમાં રહેશે.


લોકસભા ચૂંટણીઃ મતદાન મથકની 100 મી.ની ત્રિજ્યામાં મોબાઈલ પર પ્રતિબંધ 


ગાંધીનગરમાં આવતી વિધાનસભા બેઠક
ગાંધીનગરની લોકસભા બેઠકમાં ગુજરાત વિધાનસભાની ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી બેઠકનો સમાવેશ થાય છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પર નજર નાખીએ તો ગાંધીનગર ઉત્તરની બેઠક પર કોંગ્રેસના સી.જે. ચાવડા, સાણંદથી ભાજપના કનુભાઈ પટેલ, ઘાટલોડિયા બેઠક પર ભાજપના ભુપેન્દ્રભાઈ પટેલ, નારણપુરા બેઠક પરથી ભાજપના કૌશિકભાઈ પટેલ, સાબરમતી બેઠક પર ભાજપના અવિંદકુમાર પટેલ, વેજલપુર બેઠક પરથી ભાજપના કિશોર ચૌહાણ  અને કલોલ બેઠક પરથી કોંગ્રેસના બલદેવજી ઠાકોર વિજેતા બન્યા હતા. 


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...