ઝી વેબ ડેસ્ક, અમદાવાદઃ ભારતની 'દૂધની રાજધાની' ગણાતી આણંદ બેઠક પર વર્ષોથી કોંગ્રેસનો દબદબો રહ્યો છે. ચરોતરમાં પાટીદારોનું પ્રભુત્વ છે અને કોંગ્રેસની આ પરંપરાગત બેઠક માનવામાં આવ્યે છે. વર્ષ 2014માં મોદી લહેરમાં ભાજપે ભલે આણંદની બેઠક પર કબ્જો જમાવ્યો હોય, પરંતુ વર્ષોથી કોંગ્રેસ પાસે રહેલી આણંદની બેઠક પર 2017ની વિધાનસભા બેઠકમાં કોંગ્રેસે વિજય પતાકા લહેરાવીને ભાજપના હોશ ઉડાવી દીધા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વવિખ્યાત અમુલ ડેરીના કારણે દુનિયાભરમાં ખ્યાતિ મેળવેલા આણંદ શહેરની એક આગવી ઓળખ છે. અમૂલ ડેરી ઉપરાંત અહીં પ્રખ્યાત એગ્રીકલ્ચર યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, ચરોતર યુનિવર્સિટી હોવાને કારણે તે વિદ્યાધામ તરીકે પણ ઓળખાય છે. માત્ર રાજ્યના જ નહીં પરંતુ દેશભરમાંથી વિદ્યાર્થીઓ અહીં ભણવા માટે આવે છે. 


આણંદ લોકસભા સીટમાં આવતી વિધાનસભા બેઠક 
ગુજરાતમાં ચરોતર તરીકે ઓળખાતા આ વિસ્તાર તમાકુ અને કેળાની ખેતી માટે પણ પ્રખ્યાત છે. આણંદની લોકસભા સીટમાં રાજ્યની ખંભાત, બોરસદ, અંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ અને સોજીત્રા વિધાનસભા બેઠકના વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચના 2009ના આંકડા મુજબ અહીં કુલ 13,97,162 ઉમેદવાર નોંધાયેલા છે, જેમાંથી 7,18,365 પુરુષ અને 6,78,797 મહિલા મતદાર છે. 


લોકસભા ચૂંટણી 2019 : ગુજરાતની 26 બેઠકો, કોણ મારશે બાજી?


7 વિધાનસભામાંથી 5 પર કોંગ્રેસનો કબ્જો
વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આણંદ લોકસભા સીટમાં આવતી કુલ 7 બેઠકમાંથી 5 બેઠકો કોંગ્રેસે જીતી હતી. કોંગ્રેસે આણંદ લોકસભાની બોરસદ, અંકલાવ, આણંદ, પેટલાદ અને સોજીત્રા બેઠક જીતી હતી. જ્યારે ભાજપે ખંભાત અને ઉમરેઠ બેઠક જીતી હતી. વિધાનસભા બેઠકની દૃષ્ટિએ જોઈએ તો આ બેઠક પર કોંગ્રેસનું પલડું ભારે છે. 


લોકસભા ચૂંટણી 2019: અમરેલી બેઠક પર કોંગ્રેસ ફાવશે કે ભાજપ બેઠક જાળવી રાખશે?


લોકસભાનો ઈતિહાસ 
1957થી 2014ની લોકસભા ચૂંટણીનો ઈતિહાસ ચકાસીએ તો આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ જોવા મળે છે. અહીં, ભાજપ માત્ર 1989, 1999 અને 2014માં વિજય મેળવવામાં સફળ રહ્યું છે. બાકીના વર્ષોમાં અહીં કોંગ્રેસનો જ ઉમેદવાર જીતતો આવ્યો છે. તેમાં પણ, કોંગ્રેસના ઈશ્વર ભાઈ ચાવડા 1980થી આ બેઠક પર 5 વખત 1980, 1984, 1991, 1996 અને 1998માં જીતતા આવ્યા છે. 2004 અને 2009માં ભરત સિંહ સોલંકીએ આ બેઠક પર વિજય પતાકા લહેરાવી હતી. 2014ની ચૂંટણીમાં દેશભરમાં ચાલેલી મેદી લહેરમાં કોંગ્રેસને આ બેઠક પર હાથ ધોવાનો વારો આવ્યો હતો.


લોકસભા ચૂંટણી 2019: ભાજપના ગઢ સમી મહેસાણા બેઠક પર કોનો દબદબો? વર્ચસ્વનો જંગ


વર્તમાન સાંસદ દીલીપ પટેલ
વર્ષ 2014માં ભાજપના દીલીપ પટેલ આ બેઠક પર ભરતસિંહ સોલંકીને હરાવીને 16મી લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા. તેમણે 16 લોકસભા દરમિયાન યોજાયેલા સંસદ સત્રોમાં કુલ 221 પ્રશ્નો ઉઠાવ્યા છે. 


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...