પોરબંદર :પોરબંદર કોંગ્રેસ ના ઉમેદવાર લલિત વસોયા આજે ઉમેદવારી ફોર્મ ભરશે. ત્યારે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા લલિત વસોયા પોરાઇ માતાજીના મંદિરે દર્શન કર્યા હતા. ત્રણ જેટલા મંદિરોમાં દર્શન તેઓ જાહેર સભા સંબોધવાના છે. ત્યારે તેમની જાહેર સભામાં હાર્દિક પટેલ સહિત કોંગી આગેવાનો તેમજ નેતાઓ જોડાયા હતા. આ જાહેર સભામાં હાર્દિક પટેલે મંચ પરથી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ એક ક્લિક પર મેળવો લોકસભા ચૂંટણીના ગુજરાતના તમામ અપડેટ્સ


ચૂંટણી લડવા અંગે કહ્યું કે, હાર્દિકને ચૂંટણી લડવા ન દીધી. લડ્યો હોત તો એક જગ્યાએ લડ્યો હતો, હવે 26 જગ્યાએ લડીશ. કોંગ્રેસમાં જોડાયો તેના સવાલો થાય છે. ભાજપમાં જોડાયો હોત તો આજે ખુરશી સાફ કરતો હોત. ગુજરાતમાં વેપારીઓ પરેશાન છે. વેપારીઓને ડર છે કે મારે ત્યા રેડ પડશે. આ ડરને કારણે ભાજપ રાજ કરે છે. મેટ્રો માટે આટલી ઉતાવળ કેમ, માત્ર 6 કિલોમીટર મેટ્રોનું જ ઉદઘાટન કર્યું. ગામડાઓમાં બસ નથી, અને મેટ્રોની વાત કરે છે.


Pics : વોટિંગની શાહી કઈ કંપની બનાવે છે અને ક્યાંથી આવે છે? રોમાંચક છે જવાબ અને તેનો ઈતિહાસ


હાર્દિક પટેલે પોરબંદર ખાતે જાહેર સભામાં ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપમાં અહંકાર આવી રહ્યો છે. જો આ સરકાર ફરી આવી તો આ દેશમાં ફરી એકેય વાર ચૂંટણી નહીં થવા દે. હાર્દિક પટેલે મહેસાણા ખાતેના એક કાર્યક્રમને યાદ કરતાં કહ્યું કે, અહીં રાજ્યના મુખ્યમંત્રીએ કોંગ્રેસ પાર્ટી પાકિસ્તાનની પાર્ટી છે એવું કહીને દેશના મહાન નેતાઓનું અપમાન કર્યું છે. સરદાર પટેલથી લઇને નહેરૂ સહિતના નેતાઓ આ પાર્ટીના અધ્યક્ષ રહ્યા છે ત્યારે આ નેતાઓનું અપમાન છે. 


જુઓ LIVE TV
લોકસભા ચૂંટણી 2019 : જાણો લેટેસ્ટ ન્યૂઝ, અહીં ક્લિક કરો


હાર્દિક પોતાના સંબોધનમાં ઈશરત જહા એન્કાઉન્ટરનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમા કહ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના જીવને ખતરો છે તેવું ક્યારેય સાંભળ્યું નહિ હોય.