બનાસકાંઠા લોકસભા ચૂંટણી પરિણામ 2019: ભાજપના પરબત પટેલને મળી જંગી બહુમત
બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરબત પટેલ હાલ 701984 મત મેળવીને વિજયી બન્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળને 432997 મત મળ્યા છે. ત્યારે બનાસકાંઠાની આ બેઠક પર જીત હાંસલ કરવા પર પ્રશ્નાર્થ દેખાતો હતો. પરંતુ કોંગ્રેસના નેતા અને ઠાકોર સમાજમાં સૌથી વધારે પ્રભુત્વ ધરાવતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે છેડો ફાડી દેતા આ બેઠક પર તેની સીધી અસર જોવા મળી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરબત પટેલ જંગી બહુમતથી વિજયી બન્યા હતા.
અમદાવાદ: બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરબત પટેલ હાલ 701984 મત મેળવીને વિજયી બન્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળને 432997 મત મળ્યા છે. ત્યારે બનાસકાંઠાની આ બેઠક પર જીત હાંસલ કરવા પર પ્રશ્નાર્થ દેખાતો હતો. પરંતુ કોંગ્રેસના નેતા અને ઠાકોર સમાજમાં સૌથી વધારે પ્રભુત્વ ધરાવતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે છેડો ફાડી દેતા આ બેઠક પર તેની સીધી અસર જોવા મળી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરબત પટેલ જંગી બહુમતથી વિજયી બન્યા હતા.
બનાસકાંઠા બેઠક પર સારુ એવું પ્રભુત્વ ધરાવતા કોંગ્રેસના પરથી ભટોળની કારમી હાઇ થઇ છે. ત્યારે ભાજપના પરબત પટેલની જંગી બહુમતથી જીત મેળવતા તેમણે બનાસકાંઠાની જનાતનો આભાર માન્યો હતો. તેમને મળવા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોચ્યા હતા. ગુજરાતની તમામ સીટો પર જંગી બહુમતીથી ભાજપના તમામ ઉમેદવારોએ જીત મેળવતા તેમણે ગુજરાતની જનતાનો પણ આભાર માન્યો હતો.
|