લોકસભા ચૂંટણી પરિણામ 2019: ખેડા બેઠક પરથી ભાજપના દેવુસિંહની જંગી જીત
લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. ત્યારે ભાજપના ખેડા લોકસભા બેઠકના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે જંગી બહુમતથી જીત હાસલ કરી હતી. ભાજપ દ્વારા ખેડા બેઠક પર દેવુસિંહ ચૌહાણને રીપીટ કરવામાં આવ્યા હતા. કારણ કે, દેવુસિંહનું પ્રભુત્વ ખેડા જિલ્લામાં સારુ હોવાથી ભાજપે ફરીએકવાર તેમના પર વિશ્વાસ મુકીને ઉમેદવાર બનાવ્યા હતા. જ્યારે કોંગ્રેસ તરફથી બિમલ શાહ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. જે ગંદી રીતે હાર્યા છે.
અમદાવાદ: લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. ત્યારે ભાજપના ખેડા લોકસભા બેઠકના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે જંગી બહુમતથી જીત હાસલ કરી હતી. ભાજપ દ્વારા ખેડા બેઠક પર દેવુસિંહ ચૌહાણને રીપીટ કરવામાં આવ્યા હતા. કારણ કે, દેવુસિંહનું પ્રભુત્વ ખેડા જિલ્લામાં સારુ હોવાથી ભાજપે ફરીએકવાર તેમના પર વિશ્વાસ મુકીને ઉમેદવાર બનાવ્યા હતા. જ્યારે કોંગ્રેસ તરફથી બિમલ શાહ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. જે ગંદી રીતે હાર્યા છે.
કોંગ્રેસ તરફથી જાહેર કરવામાં આવેલા ઉમેદાવરને ખેડા બેઠક પરથી 31.61 ટકા જનતાએ મત આપ્યા હતા. જ્યારે ભાજપના દેવુસિંહને ખેડાની જનતાએ 65.06 ટકા મતઆપીને જંગી લીડથી વિજયી બન્યા હતા. ખેડા જિલ્લામાં ભાજપના દેવુસિંહને રિપીટ કરીને ભાજપે જીત મેળવી છે. ભાજપનો આ બેઠક પર દેવુસિંહને ટિકિટ આપવાનો નિર્ણય ખરેખર સાચો સાબિત થયો. જંગી બહુમતથી જીત મેળવનાર દેવુસિંહે ખેડાની જનતાનો આભાર માન્યો હતો. અને કાર્યકરોએ ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરી હતી.
|