Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. એક તરફ આકરો ઉનાળો અને તેનો તાપ, તો બીજી તરફ ચૂંટણીના માહોલમાં રાજકીય ગરમાગરમીએ વધારી દીધું છે ગુજરાતનું તાપમાન. એક બાદ એક ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાત પોલીસ પર સાધી રહ્યાં છે નિશાન. પોલીસ તંત્રની કામગીરી પર કોંગ્રેસના નેતાઓને નથી રહ્યો ભરોસો. જાણો કેમ પોલીસ પર ગિન્નાઈ છે કોંગ્રેસ શું છે આખો મામલો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠાથી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જાહેરમાં ગુજરાત પોલીસને આપી ચીમકી. ગેનીબેન ઠાકેરે જણાવ્યુંકે, તમે જેવા છો એવા થતાં અમને વાર નહીં લાગે. કોંગ્રેસના આગેવાનોને ધાકધમકી આપવાની કોઈ જરૂર નથી, પોલીસનું કામ નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે.


કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોલીસને આપી ચીમકીઃ
બનાસકાંઠાથી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ફરીથી પોલીસને આપી ગર્ભિત ધમકી. પોલીસ કોંગ્રેસના આગેવાનોના નંબરો લેવા લોકોને ફોન કરી રહી છે તો જેના ઉપર પોલીસના ફોન આવે એ નંબરો રાખજો. હું પોલીસને કહું છું કે તમારું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે. તમારી સામે કોઈ ફરિયાદ કરે તો તેની સામે એક્શન શું લેવા એ તમારી જવાબદારી છે. કોઈ કોંગ્રેસના આગેવાનોના ફોન લઈને એનું કલેક્શન કરવાની અને ધાક ધમકી આપવાની જરૂર તમારે નથી. અમારા મતદારો બેઠા છે તમને કહું છું 10 કે 15 ફરિયાદો થાય તો તૈયારી રાખજો. એમાં કોઈ થવાનું નથી. જો પોલીસવાળા ગામમાં આવીને દમ દાટી આપતા હોય તો એમને કહેજો આ તમારા આકાઓનું રાજ કાયમી રહેવાનું નથી. 


પોલીસનો પગાર ભાજપ નથી આપતીઃ ગેનીબેન ઠાકોર
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોલીસ પર આકરા પ્રહાર કરતા વધુમાં જણાવ્યુંકે, 8મી તારીખ સુધી તમને સારી જગ્યાએ નોકરીએ મુકવાની વાત કરશે, તમને ફુલાવશે. પણ નોકરી તમારે 58 વર્ષ સુધી કરવાની છે. તમને પગાર કોઈ ભાજપ નથી આપતી તમને પ્રજાના પરસેવાનો પગાર મળે છે લોકોના ટેક્ષના પૈસાનો પગાર મળે છે. અમે ગાંધીજી વિચારધારા વાળા છીએ કાયદાને સન્માન આપીએ છીએ તો પણ તમે કાયદાનું ભંગ કરીને કોઈને દબાવવાનો પ્રયાસ કરશો તો તમે જેવા છો એવા અમને થતાં વાર લાગશે નહિ. પાલનપુરના સામઢી ગામે સભામાં ગેનીબેન ઠાકોરે પોલીસને આપી ચીમકી. ગેનીબેન ઠાકોર વહીવટી તંત્ર અને પોલીસને અગાઉ પણ આપી ચુક્યા છે ગર્ભિત ધમકી.


ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો પોલીસ તંત્ર પર ગંભીર આરોપઃ
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે તંત્ર પર આરોપ લગાવ્યા છે કે, પોલીસ તંત્ર મતદાતાઓને ધમકાવી રહ્યું છે. આવા મતદાતાઓને ધમકાવતા તંત્ર સામે અવાજ ઉઠાવવા કોંગ્રેસના વોર રૂમનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. મારી પાસે આવી અનેક રજૂઆત આવી હોવાનું શક્તિસિંહ ગોહિલે ધમકી આપી છે. 


કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરી રહી છેઃ ભાજપ
શક્તિસિંહના આ આરોપોનો યમલ વ્યાસે જવાબ આપ્યો છે. યમલ વ્યાસે કહ્યું કે, આખુ તંત્ર ચૂંટણી પંચના હવાલે છે. અને આવું કાંઈ હોય તો ચૂંટણી પંચને ફરિયાદ કરવી જોઈએ. કોંગ્રેસ આવું કરી લોકો ઓછું મતદાન કરે એવું રહ્યા છે. હાર ભાઈ ગયેલી કોંગ્રેસ હવે જાતજાતના કાવાદાવા કરી રહી છે. કોંગ્રેસ ખોટા આરોપો લગાવીને ભાજપને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે.