Loksbha Election 2024: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકોની ચૂંટણી બાદ તમામ સરવેમાં ભાજપ 25માંથી 25 સીટો જીતશે તેવી આગાહીઓ કરાઈ રહી છે. ભાજપને પણ આશા છે કે એક બિનહરિફ બાદ અમે તમામ 25 બેઠકો જતશું, જોકે 5 લાખની લીડના પાટીલના સપનાં પૂરાં થાય તેવી કોઈ સંભાવના નથી. ગુજરાતમાં મતદાન ઘટતાં ભાજપે ફરી સમીકરણો ગોઠવવા પડશે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાવનગરમાં 4 બેઠકો જીતવાના કરેલા દાવા વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક આજે અમદાવાદ પહોંચ્યા છે. જેઓએ 10 સીટો જીતવાનો દાવો કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરિણામ જાહેર થતાં પહેલાં જ કોંગ્રેસ જોશમાંઃ
ગુજરાતમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પક્ષના નેતાઓની બેઠક માટે અમદાવાદ પહોંચ્યા હતા. જેઓએ પત્રકારો સાથે વાતચીતમાં મોટા દાવાઓ કર્યા છે. 7 મેના રોજ ગુજરાતમાં 26 લોકસભા બેઠકોમાંથી 25 લોકસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. ગુજરાતમાં મતદાન ઘટીને 60 ટકાની આસપાસ રહ્યું છે. સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને ચૂંટણી પહેલા બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ લોકસભામાં કોંગ્રેસે 23 બેઠકો પર ચૂંટણી લડી હતી અને આમ આદમી પાર્ટીને ભારત ગઠબંધનના ભાગરૂપે બે બેઠકો આપી હતી. જેમાં ભાવનગર અને ભરૂચમાં આપના ઉમેદવારોએ પોતાનું ભવિષ્ય દાવ પર લગાવ્યું છે. અહીં આપના 2 ધારાસભ્યો સાંસદ બનવાના સપનાં જોઈ રહ્યાં છે.  4 જૂને મત ગણતરી થવાની છે આ દિવસે તમામ આગાહીઓ સાચી ઠરે છે કે ખોટી એ તો બહાર આવી જશે.


"મુકુલ વાસનિકે અમદાવાદમાં મોટા મોટા દાવાઓ કર્યા છે. દેશમાં બધે પરિવર્તનની લહેર જોવા મળી શકે છે. અમે કહેતા આવ્યા છીએ કે જનતાના સમર્થનથી અમે 10થી વધુ બેઠકો જીતીશું . જો અમને આવું પરિણામ મળે તો નવાઈ નહીં. ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થઈ અને પરિવર્તનની લહેર દેખાઈ રહી છે. 4 જૂને મત ગણતરીમાં પરિવર્તન દેખાશે કોંગ્રેસને ફાયદો થશે. હાલમાં bjp માટે નારાજગી જોવા મળી રહી છે. લોકોમાં bjp માટે રોષ હતો જે વોટમાં પરિવર્તીત થયો છે. જનતાનો રોષ એ 4 જૂને પરિણામમાં સાબિત થશે


"જ્યારે મતોની ગણતરી થશે, ત્યારે હું માનું છું કે પરિવર્તન આવશે અને અમે ભારતીય જનતા પાર્ટીને હરાવીશું," છેલ્લા 10 વર્ષોમાં જે રીતે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા તેનાથી સરકાર સામે એક પ્રકારનો રોષ પેદા થયો છે," તેમણે દાવો કર્યો હતો, આ પરિણામોમાં લોકોનો ગુસ્સો પ્રતિબિંબિત થશે. અમે ગુજરાતમાં 10 થી વધુ બેઠકો જીતવાની અપેક્ષા રાખી રહ્યાં છીએ.


કોણ છે મુકુલ વાસનિક?
કોંગ્રેસના મહાસચિવ મુકુલ વાસનિક 1984માં પહેલીવાર લોકસભામાં ચૂંટાયા ત્યારે તેઓ સંસદના સૌથી યુવા સભ્ય હતા. તેમની ઉંમર માત્ર 25 વર્ષની હતી. ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂકેલા વાસનિકને ગુજરાતમાં મોકલવાનું પહેલું મોટું કારણ આગામી પાંચ-છ મહિનામાં કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવાનું અને પક્ષમાં જૂથવાદ દૂર કરીને લોકસભાની ચૂંટણીની તૈયારી કરવાનું છે. વાસનિક પોતે વિદ્યાર્થી નેતા હોવા ઉપરાંત યુપીએ 2 સરકારમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી રહી ચૂક્યા છે. આવી સ્થિતિમાં હવે તેમની સામે ગુજરાતમાં કોંગ્રેસને સત્તા અપાવવાનું કામ છે.


મુકુલ વાસનિકને ગુજરાતની સારી સમજ છે. મહારાષ્ટ્રથી આવેલા રાજીવ સાતવ પછી તાજેતરના સમયમાં તેઓ બીજા પ્રભારી છે. આ સિવાય સૌથી મોટી વાત એ છે કે વાસનિક અને શક્તિસિંહ ગોહિલ વચ્ચે સારી ટ્યુનિંગ છે. આવા સંજોગોમાં ગુજરાત કોંગ્રેસ અંગે નિર્ણય ન લેવાની ફરિયાદ દૂર થવાની આશા છે. બંને નેતાઓની કેન્દ્રીય નેતૃત્વમાં સીધી પહોંચ છે અને બંને ટીમ રાહુલનો પણ ભાગ છે. મધ્યપ્રદેશ ઉપરાંત વાસનિક કેરળ, તમિલનાડુ, પુડુચેરી અને લક્ષદ્વીપના પ્રભારી પણ રહી ચૂક્યા છે. વાસનિકની નિમણૂકથી કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI અને ભારતીય યુથ કોંગ્રેસની સાથે ગુજરાત કોંગ્રેસ મજબૂત થવાની અપેક્ષા છે.