Rajkot Loksabha Election Candidate 2024: ક્ષત્રિયો વિરુદ્ધ વિવાદિ ટિપ્પણી બાદ ભાજપના રાજકોટના લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ભરાઈ ગયા છે. વારંવાર માફી માંગવા છતાં પણ નથી શમી રહ્યો વિવાદ. ત્યારે આ વિખવાદ અને ક્ષત્રિય સમાજની નારાજગીનો લાભ લેવા માટે કોંગ્રેસે ઘડી કાઢ્યો છે જબરદસ્ત ગેમ પ્લાન. આ ગેમપ્લાન અંતર્ગત રૂપાલા સામે કોંગ્રેસ મેદાનમાં ઉતારી રહી છે પોતાનો ખતરનાક ખેલાડી. રૂપાલા સામે કોંગ્રેસના ખેલાડીનું નામ સાંભળતા જ ભાજપને યાદ આવી જશે બે દાયકા જૂનો હારનો ઈતિહાસ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીહાં, રૂપાલા સામે ભાજપે જે જાયન્ટ કિલરને મેદાનમાં લઈને આવી રહ્યું છે એ ખેલાડી અગાઉ રાજનીતિના અખાડામાં રૂપાલાને પછડાટ આપી ચૂક્યો છે. અત્યાર સુધી તો એ ખેલાડી આ મેદાન-એ-જંગમાં ઉતરવાનો ઈન્કાર કરતો હતો. પણ કોંગ્રેસ હાઈકમાન્ડ, ખાસ કરીને રાહુલ ગાંધીના ખુબ કહેવા પર અને પ્રદેશના નેતાઓની સમજાવટ બાદ તેણે રાજકોટમાં રૂપાલાને હરાવવાના પ્રણ લીધા છે. અહીં વાત થઈ રહી છે કોંગ્રેસના જાયન્ટ કિલર પરેશ ધાનાણીની. 


પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીનું વધુ એક ટ્વીટ ચર્ચામાં છે. જેમાં ધાનાણીએ મહાભારતના પ્રસંગોનો ઉલ્લેખ કરીને ટ્વીટ કર્યું છે.  અને ક્ષત્રિયોના આંદોલન પર પણ આડતરો ઈશારો કર્યો છે. જો ભાજપના ભિષ્મ પિતામહ અને ગુરુ દ્રોણ ચૂપ રહ્યા તો નવીન મહાભારત સર્જાશે તેવો ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે. સાથે જ કોંગ્રેસ પક્ષને ઐતિહાસિક ભૂલનું પુનરાવર્તન ન થવા દેવા અપીલ કરી છે. ચુપ રહીશું તો છલથી હણાશું તેવો ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે.


સંક્ષિપ્ત હાઈલાઈટઃ


  • કોંગ્રેસના પરેશ ધાનાણી રૂપાલા સામે ચૂંટણી લડશે

  • રૂપાલા ચૂંટણી લડશે તો જ ધાનાણી ચૂંટણી લડશે

  • કોંગ્રેસ નેતા લલિત કગથરાનું મોટું નિવેદન

  • જો રૂપલા રાજકોટથી ચૂંટણી લડશે તો જ ધાનાણી લડશે

  • જો રૂપાલા ચૂંટણી નહીં લડે તો કોંગ્રેસ બીજાને ટિકિટ આપશે


ક્યાંક ભારે ન પડે લેઉવા પાટીદારઃ
કોંગ્રેસે હજી રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા સામે ઉમેદવારની જાહેરાત કરી નથી, પરંતું જો આ બેઠક પર પરેશ ધાનાણીને ટિકિટ અપાઈ તો ભાજપનો રૂપાલાને લોકસભામાં ઉતારવાનો ખેલ ઉંધો પડી શકે છે અહીં લેઉવા પાટીદારોનો દબદબો છે. જાતિ સમીકરણ અને ભૂતકાળ કોંગ્રેસની ફેવરમાં રહ્યાં છે. મંત્રી રૂપાલાને આવશે ટેન્શન. આજે પ્રદેશના નેતાઓ અને સ્થાનિક આગેવાનોએ પરેશ ધાનાણીને રૂપાલા સામે લોકસભામાં ચૂંટણી લડવા માટે મનાવી લીધાં છે. પરેશ ધાનાણીએ કહ્યું છેકે, આ હાલ મહાભારત જેવી જ સ્થિતિ છે. આ એક ધર્મ યુદ્ધ છે. આ એક સ્વાભિમાનની લડાઈ છે. રૂપાલાને હરાવવા હું જરૂર લડીશ. અહીં જબરદસ્ત ટક્કર થવાની સંભાવના છે. અહીં કડવા અને લેઉવા પાટીદાર વચ્ચે જંગ ખેલાવાનો છે. 


ધાનાણીને હલકામાં લેવાની ભૂલ ભાજપને પડી શકે છે ભારેઃ
ઉલ્લેખનીય છેકે, વર્ષ ૨૦૦૨માં પરેશ ધાનાણીએ વિધાનસભાની ચૂંટણીમાં અમરેલીની બેઠક પરથી રુપાલાને ૧૬ હજાર મતોથી હરાવ્યા હતાં. હવે આ બેઠક પર બે પાટીદાર ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જામશે. રાજકોટ બેઠક પર ચાર લાખ લેઉવા પટેલ અને એક લાખ કડવા પટેલ મતદારો છે. આ જોતાં કોંગ્રેસ પરેશ ધાનાણી પર પસંદગીનો કળશ ઢોળાયો છે. પરેશ ધાનાણીએ લેઉવા પાટીદાર છે. રાજકોટ એ ભાજપનો ગઢ હોવાથી કોંગ્રેસને અહીં રૂપાલા ભારે પડી શકે છે પણ પરેશ ધાનાણીને હલકામાં લેવાની ભૂલ ભાજપ નહીં કરે... ભાજપને હેટ્રીક મારતો રોકવા માટે કોંગ્રેસ પણ મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહી છે. ભાજપે પોતાના બે કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવીયાને પોરબંદર અને પરસોત્તમ રૂપાલાને રાજકોટથી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જેમાં પોરબંદરમાં કોંગ્રેસે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાને ટિકીટ આપી છે. હવે રાજકોટ બેઠક ઉપર કોંગ્રેસ લેઉવા પાટીદારને ટિકીટ આપી શકે છે. જે બેઠક પર હવે સૌ કોઈની નજર છે. 


જાયન્ટ કિલરના નામથી ભાજપમાં ફફડાટઃ
પરેશ ધાનાણીએ અગાઉ પુરુષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી અને બાવકુ ઉંધાડ જેવા ભાજપના દિગ્ગજોને હરાવ્યા હતા. પરેશ ધાનાણી મોદી સરકારમાં મંત્રી તરીકે રહેલા અને ત્રણ વાર જીત મેળવનાર પુરુષોત્તમ રૂપાલાને 16 હજાર મતોથી હરાવીને જાયન્ટ કિલર તરીકે જાણીતા થયા હતા. ત્યારથી કોંગ્રેસ હાઈકમાન્ડની નજરમાં આ પાટીદાર યુવકનું કદ વધી ગયું હતું. 


માત્ર 26 વર્ષના છોકરાએ ત્યારે મોદી સરકારના દિગ્ગજ ને આપી હતી મ્હાતઃ
જાણી લો કોણ છે પરેશ ધાનાણી તો  માત્ર 26 વર્ષની ઉંમરે મજબૂત નેતાને હરાવીને રાજકીય કારકિર્દીની શરૂઆત કરનારા પરેશ ધાનાણીને સ્વાભાવિક રીતે જ વિપક્ષના નેતા બનવાની તક યુવા વયે જ મળી ગઈ હતી. સામાજિક સેવાની આ મૂડી પરેશ ધાનાણીને વારસામાં મળી, કદાચ એટલે જ 2000ની સાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બી.કૉમની ડિગ્રી મેળવ્યા પછી સમાજસેવાના હેતુ સાથે રાજકારણ તરફ આકર્ષાયા હતા. રાજકોટમાં કૉલેજકાળથી એનએસયુઆઈ સાથે જોડાઈ ગયેલા ધાનાણી વર્ષ 2001માં અમરેલી જિલ્લા યુવા કૉંગ્રેસ પ્રમુખ બન્યા હતા. હાલમાં અમરેલીમાં ભાજપનો દબદબો છે. 


રાજકોટમાં જામશે ખરાખરીનો જંગઃ
સૌરાષ્ટ્રની સૌથી મહત્વની મનાતી એવી રાજકોટ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા બેઠકની ભાજપનો ગઢ માનવામાં આવે છે. છેલ્લા 30 વર્ષ કરતાં વધુ સમયથી અહીંથી ભાજપના ઉમેદવારો સતત જીતતા આવ્યા છે. જ્યારે વર્ષ 2009માં આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અને હાલના ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો વિજય થયો હતો પરંતુ ત્યારબાદ સતત ભાજપના જ ઉમેદવાર જીતી રહ્યા છે. શરૂઆતમાં રાજકોટ લોકસભા બેઠક કોંગ્રેસની બેઠક મનાતી હતી પરંતુ વર્ષ 1967ની ચૂંટણીમાં તે સમીકરણો બદલાયા હતા અને વર્ષ 1989થી આ બેઠક હવે ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ બેઠકથી જીતેલા ઉમેદવારો કેન્દ્રીય મંત્રી સુધી પણ પહોંચ્યા છે. રાજકોટ બેઠક એ ભાજપનો ગઢ ગણાય છે. અહીંથી મોદી સહિત રૂપાણી જીતીને સીએમ બની ચૂક્યા છે. ભાજપે અહીં અમરેલીને બદલે રૂપાલાને રાજકોટમાંથી ચૂંટણી લડાવાનો નિર્ણય લીધો તો કોંગ્રેસે પણ અહીં પરેશ ધાનાણીને ઉતારી રહી છે. હવે જોવાનું એ રહેશે કે કિસમેં કિસતા હૈ દમ....