Rupala Controvercy: અહીં વાત થઈ રહી છે પદ્મિનીબા વાળાની જેમણે સમાજની કેટલી મહિલાઓ સાથે મળીને રૂપાલા સામે ક્ષત્રિય આંદોલનની શરૂઆત કરી હતી. બાદમાં આંદોલનનું સ્વરૂપ મોટું થતાં બાજી તેમના હાથમાંથી છીનવાઈ ગઈ અને મોટા માથાઓએ આંદોલનને કેપ્ચર કર્યું. પછી તો એમાં કોંગ્રેસ પણ આવ્યું આમ આદમી પાર્ટી પણ આવી અને ભાજપ પણ એજ આંદોલનમાં ક્યાં ક્યાંક કોઈ ખૂણેથી કોઈકને કોઈક રીતે ભળ્યું. ત્યારે હવે ખુદ પદ્મિનીબા વાળા સામે જ ઉઠી રહ્યાં છે સમાજને ગુમરાહ કરીને સમાજની મહિલાઓ પાસે આંદોલનના નામે લાખો રૂપિયા પડાવી લીધાં હોવાના આક્ષેપો. શું છે સમગ્ર મામલો એ જાણીએ વિગતવાર...આ મામલે ફરિયાદ પણ થઈ હોવાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન કઈ રીતે બન્યું વિવાદનું કેન્દ્રઃ
ઉલ્લેખનીય છેકે, એક તરફ ભર ઉનાળો અને બીજી તરફ લોકસભા ચૂંટણીને પગલે રાજકીય ગરમીને પગલે હાલ સર્વત્ર માહોલ ગરમાયેલો છે. એવામાં વાત કરીએ ગુજરાતની તો લોકસભા ચૂંટણીના મતદાન પહેલાં ગુજરાત ભાજપના એક નેતા દેશભરમાં ચર્ચાનો વિષય રહ્યાં. વાત થઈ રહી છે કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની. રૂપાલાએ ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર સભામાં ક્ષત્રિયો વિરુદ્ધ નિવેદન કર્યું અને રૂપાલા સહિત આખા ભાજપની દશા બેઠી.


મુખ્ય ચહેરા સામે સવાલો


ટિપ્પણી મહિલાઓ વિશે હતી તેથી સ્વભાવિક રીતે જ ક્ષત્રિય મહિલાઓ પોતાના આત્મ સન્માન માટે રૂપાલા સામે મોરચો માંડ્યો. પછીથી તેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ ભળી અને શરૂ થયું રાજકારણ. આ રાજકારણે એક આંદોલન ઉભું કર્યું અને બાદમાં એ આંદોલનમાં ફાટાં પડ્યાં અને આંતરિક વિખવાદ સામે આવ્યો. આ સમગ્ર મામલાની પૂર્વ ભૂમિકા એટલા માટે બાંધવામાં આવી છેકે, પરસોત્તમ રૂપાલા સામે ઉભા થયેલાં આંદોલન અને તેના મુખ્ય ચહેરા સામે જ ઉભી રહ્યાં છે ગંભીર સવાલો.


આંદોલનના નામે ક્ષત્રિય સમાજની મહિલાઓ પાસે કોણે ઉઘરાવ્યા લાખો રૂપિયા?
અત્યારે આખી ચર્ચા એટલાં માટે થઈ રહી છેકે, કારણકે, રૂપાલા વિવાદમાં ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનની શરૂઆત કરનાર પદ્મિનીબા સામે થઈ રહ્યાં છે આર્થિક આક્ષેપો. પદ્મિનીબા સામે થઈ રહ્યાં છે ક્ષત્રિય આંદોલન માટે સમાજની 800 જેટલી મહિલાઓ પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા હોવાના આક્ષેપો. રાજકોટમાં ભાજપના ઉમેદવારના વિવાદિત નિવેદનથી શરૂ થયેલ આંદોલનના પણેતા એવા મહિલાએ આંદોલન માટે ક્ષત્રીય સમાજની ૮૦૦ મહિલાઓ પાસેથી ૧૨૦૦ લેખે ૯.૬૦ લાખ રૂપિયા ઉઘરાવ્યા હોવાના સંકલન સમિતિના ગ્રુપમાં મેસેજ વાયરલ થયા છે. આ પ્રકારના મેસેજ વાયરલ થતા પદ્મિનીબાએ સાયબર ક્રાઈમ પોલીસમાં અરજી આપી આ વાતને વખોડી કાઢી છે.


'મેં આંદોલન મારા ખર્ચે ચલાવ્યું છે, કોઈ પાસે રૂપિયા લીધો નથી': પદ્મિનીબા વાળા
ક્ષત્રીય સમાજના આંદોલનને વેગ આપવા માટે સંકલન સમિતિની રચના કરવામાં આવી હતી. જેના મહિલા ગ્રુપમાં એક મેસેજ વાયરલ થયો હતો જેમાં રાજકોટમાં રહેતા પદ્મિનીબા વાળાએ આંદોલન ચલાવવા માટે સમાજની ૮૦૦ મહિલાઓ પાસેથી 1200-1200 રૂપિયા લેખે 9.60 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો મેસેજ હાલ સોશિયલ મીડિયામાાં ફરતો થયો છે. ખાસ કરીને ક્ષત્રિય સમાજના વોટ્સએપ ગ્રૂપમાં આ મેસેજ વાયરલ થઈ રહ્યો છે.


એટલું જ નહીં આ મેસેજમાં એવું પણ લખવામાં આવ્યું છેકે, તેમના જેવા મહિલાઓથી દુર રહેવું. આવો મેસેજ વોટ્સઅપ ગ્રુપમાં વાયરલ થતા નવો વિવાદ ઉભો થયો છે. આ સંદર્ભે પદ્મીનીબા વાળા સાંજે સાયબર ક્રાઈમ પોલીસ મથકે અરજી કરવા પહોચ્યા હતા. જ્યાં તેમણે અને જણાવ્યું હતું કે આ મેસેજ તદન ખોટો છે પોતે આંદોલન પોતાના ખર્ચે જ ચલાવ્યું છે કોઈ પાસેથી એકપણ રૂપિયાની ઉઘરાણી કરી નથી. 


ક્ષત્રિય આંદોલન માટે પદ્મિનીબાએ મહિલાઓ પાસેથી 9 લાખ રૂપિયા ઉઘરાવ્યાનો મેસેજ વાયરલ!
પદ્મિનીબા વાળાએ સાયબર ક્રાઈમમાં અરજી કરી છેકે, મને ખોટી રીતે બદનામ કરવા માટે મારા વિરોધીઓ મારા વિશે ખોટા મેસેજ વાયરલ કરી રહ્યાં છે. તેની સામે કાયદાકિય પગલાં લેવામાં આવે. પોતે સમાજની મહિલાઓ પાસે આંદોલનના નામે પૈસા પડાવ્યા હોવાના મેસજ વાયરલ કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ પદ્મિનીબાએ કરી હતી. સમગ્ર સાયબર ક્રાઈમ પીઆઈ મહેન્દ્રીંહએ જણાવ્યું હતું કે તેમના દ્વારા ૧૯૩૦માં ઓનલાઈન અરજી કરવામાં આવી છે. હવે આ મામલાની તપાસ થઈ રહી છે.


સાચી હકીકત તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે. ઉલ્લેખનીય છેકે, આ એજ પદ્મિનીબા છે જેમણે રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ સમાજની અસ્મિતાની લડાઈ માટે પોતે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. જેના કારણે તેમની તબીયત પણ લથડી હતી. પણ હાલ તો સૌથી મોટો સવાલ એ જ છેકે, શું ક્ષત્રિય આંદોલના નામે ખરેખર સમાજની મહિલાઓ પાસેથી પડાવવામાં આવ્યાં છે લાખો રૂપિયા?