Loksabha Election 2024: ક્યારે આવશે કોંગ્રેસ અને ભાજપનું નવું લિસ્ટ? રેસમાં ચાલી રહ્યાં છે આ નામો
Loksabha Election Gujarat: કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખો સામે આવતા રાજકીય પાર્ટીઓ તૈયારીમાં લાગી ગઈ છે. ગુજરાતમાં ભાજપે ચાર તો કોંગ્રેસે 17 નામો જાહેર કરવાના બાકી છે. ત્યારે બંને પાર્ટીઓના કેટલાક નામો ચર્ચામાં ચાલી રહ્યાં છે. અહીં અમે તમને ચર્ચીત નામો જણાવી રહ્યાં છીએ.
અમદાવાદઃ લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ચુકી છે. ગુજરાતમાં એક જ તબક્કામાં મતદાન યોજાવાનું છે. ભાજપ અને કોંગ્રેસ બન્નેમાંથી કોઈ પણ પાર્ટી હજુ તમામ ઉમેદવારના નામ જાહેર કરી શક્યા નથી. ભાજપમાં 4 અને કોંગ્રેસમાં 17 નામ હજુ જાહેર થવાના બાકી છે. કોંગ્રેસના બાકી ઉમેદવારનું લિસ્ટ કોઈ પણ સમયે આવી શકે છે. તો સામે ભાજપનું પણ લિસ્ટ બે-ત્રણ દિવસમાં આવવાની સંભાવના છે. ત્યારે જુઓ ભાજપ અને કોંગ્રેસના અંતિમ રેસમાં રહેલા નામનો આ અહેવાલ....
ઉમેદવારો જાહેર કરવા બંને પાર્ટીઓમાં મંથન
લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી પ્રજા કોને ચૂંટણીને દિલ્લી દરબારમાં મોકલે છે તે માટે તો પરિણામ સુધી રાહ જોવી પડશે...પરંતુ પ્રજા કોને ચૂંટશે તેના માટે ઉમેદવારના નામ પર રાજકીય પાર્ટીઓ મંથન કરી રહી છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને મોટી રાજકીય પાર્ટીઓે હજુ સુધી ગુજરાતના તમામ ઉમેદવાર જાહેર કરી શકી નથી. ભાજપમાં હજુ 4 નામ તો,કોંગ્રેસમાં 19 ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. જે બેઠક પર નામ જાહેર થવાના બાકી છે તેનું લિસ્ટ ગમે ત્યારે આવી શકે છે. પરંતુ દાવેદારો અને ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવતા લોકો ઉમેદવારના લિસ્ટની આતુરતાથી રાહ જઈ રહ્યા છે. રાજકીય પાર્ટીઓએ તો હજુ સુધી લિસ્ટ જાહેર નથી કર્યું પરંતુ ઝી 24 કલાક પાસે કેટલાક નામ એવા આવ્યા છે જે લગભગ ફાઈનલ માનવામાં આવી રહ્યા છે....આ એવા નામ છે જેમના નામ પર હાલ બન્ને પાર્ટીઓ મંથન કરી રહી છે. માત્ર હાઈકમાન્ડની અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે..
શું છે કોંગ્રેસ પાર્ટીમાં ચર્ચા
સૌથી પહેલા વાત દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસની કરીએ તો, કોંગ્રેસે અત્યાર સુધી 7 નામ જાહેર કર્યા છે...જેમાં પોરબંદરથી લલિત વસોયા, બનાસકાંઠાથી ગેનીબહેન ઠાકોર, વલસાડથી અનંત પટેલ, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા અને કચ્છથી નીતિશ લાલનના નામનો સમાવેશ થાય છે. તો ભરૂચ અને ભાવનગરમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરીને આપના ચૈતર વસાવાને ભરૂચથી જ્યારે ભાવનગરથી આપના ઉમેશ મકવાણા મેદાનમાં ઉતર્યા છે.
આ પણ વાંચોઃ શું ગુજરાત યુનિવર્સિટીમાં ષડયંત્ર હેઠળ થઈ હતી બબાલ? પોલીસે જણાવી સમગ્ર હકીકત
કોંગ્રેસમાં આ નામો ચર્ચામાં
આ તો વાત થઈ જે ઉમેદવાર જાહેર થયા એની...પરંતુ જે બેઠકો પર હજુ નામ આવ્યા નથી ત્યાં કયા નામ અંતિમ રેસમાં છે તેની વાત કરીએ તો....સાબરકાંઠાથી જશુ પટેલ કે રાજેન્દ્રસિંહ કુપાવાત, પાટણથી ચંદનજી ઠાકોર, મહેસાણાથી બળદેવજી ઠાકોર, ગાંધીનગરથી સોનલ પટેલ કે લાલજી દેસાઈ, જૂનાગઢથી જલ્પા ચુડાસમા કે હિરાભાઈ જોટવા, છોડાઉદેપુરથી સુખરામ રાઠવા, પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ કે દુષ્યંતસિંહ ચૌહાણ, અમરેલીથી પ્રતાપ દૂધાત કે જેની ઠુમ્મર, સુરતથી નિલેષ કુંભાણી કે હસમુખ દેસાઈ, દાહોદથી ચંદ્રીકા બારિયા કે પ્રભાબેન તાવીયાડ, નવસારીથી શૈલેષ પટેલ અથવા નૈષધ દેસાઈ અને જામનગરમાં સુરતના મોટા ઉદ્યોગપતિ મેદાનમાં હોઈ શકે છે. આ તમામ નામ પર હાલ અંતિમ તબક્કાની ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટી આ નામ પર ગમે ત્યારે અંતિમ મહોર મારે તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃ મોટી કાર્યવાહીના મૂડમાં ચૂંટણી પંચ! ગુજરાત સહિત 6 રાજ્યોના ગૃહ સચિવને હટાવવાનો આદેશ
કોંગ્રેસમાં કયા નામ અંતિમ રેસમાં?
સાબરકાંઠાથી જશુ પટેલ કે રાજેન્દ્રસિંહ કુપાવાત
પાટણથી ચંદનજી ઠાકોર
મહેસાણાથી બળદેવજી ઠાકોર
ગાંધીનગરથી સોનલ પટેલ કે લાલજી દેસાઈ
જૂનાગઢથી જલ્પા ચુડાસમા કે હિરાભાઈ જોટવા
છોડાઉદેપુરથી સુખરામ રાઠવા
પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ કે દુષ્યંતસિંહ ચૌહાણ
અમરેલીથી પ્રતાપ દૂધાત કે જેની ઠુમ્મર
સુરતથી નિલેષ કુંભાણી કે હસમુખ દેસાઈ
દાહોદથી ચંદ્રીકા બારિયા કે પ્રભાબેન તાવીયાડ
નવસારીથી શૈલેષ પટેલ અથવા નૈષધ દેસાઈ
જામનગરમાં સુરતના મોટા ઉદ્યોગપતિ મેદાનમાં
ભાજપે ચાર બેઠકો પર ઉમેદવાર જાહેર કરવાના બાકી
હવે વાત ભાજપની કરીએ તો, ભાજપે અત્યાર સુધી 22 ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. ભાજપે માત્ર 4 બેઠકના જ નામ જાહેર કરવાના બાકી છે. પરંતુ આ ચાર બેઠક પર હાલ કોકડું ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે. આ ચાર બેઠક પર મહિલાઓને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવે તેવી સંભાવના છે. કારણ કે 2019ની લોકસભા ચૂંટણી પછી ગુજરાતમાં કુલ 6 મહિલા સાંસદ હતી. જ્યારે અત્યાર સુધી ભાજપે જે 22 નામ જાહેર કર્યા તેમાં 4 મહિલા ઉમેદવાર છે. જે સંભાવના જોવામાં આવી રહી છે તે મુજબ મહેસાણા અને સુરેન્દ્રનગરમાં ભાજપ મહિલા પર મદાર રાખી શકે છે. હવે હાલ જે નામ સૌથી વધુ ચર્ચામાં છે તેની વાત કરીએ તો, મહેસાણામાં તૃષા પટેલ, અમરેલીમાં ભાવના ગોંડલિયા, સુરેન્દ્રનગરમાં કારડિયા રાજપૂત કે કોળી અને જૂનાગઢમાં રાજેશ ચુડાસમાનું નામ હાલ અંતિમ રેસમાં ચાલી રહ્યું છે. જો કે ભાજપ સરપ્રાઈઝ આપવા માટે જાણીતું છે. તેથી ત્રીજા લિસ્ટમાં આ ચાર બેઠક પર કયા ઉમેદવારનું નામ જાહેર થશે તે હાલ કંઈ કહી ન શકાય.
આ પણ વાંચોઃ ગુજરાતની આ 6 સીટ પર દેશભરની નજર, એક પણ બેઠકનું પરિણામ બદલાયું તો દિલ્હી હચમચશે
ભાજપમાં કયા નામ પર ચર્ચા?
મહેસાણામાં તૃષા પટેલ
અમરેલીમાં ભાવના ગોંડલિયા
સુરેન્દ્રનગરમાં કારડિયા રાજપૂત કે કોળી
જૂનાગઢમાં રાજેશ ચુડાસમા
ત્રીજીવાર ક્લીનસ્વીપ પર ભાજપની નજર
ગુજરાત ભાજપનું ગઢ રહ્યું છે. લોકસભાની હોય કે પછી રાજ્યસભાની કે પછી હોય વિધાનસભાની...ભાજપની પકડ ખુબ જ મજબૂત છે. તો 2014ની લોકસભા અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ક્લીપસ્વીપ કરતા 26માંથી 26 બેઠક જીતી હતી. ભાજપ પોતાનો આ રેકોર્ડ યથાવત રાખવા માટે મથામણ કરી રહ્યું છે. તો સામે કોંગ્રેસ 2004 અને 2009 જેવો કોઈ કમાલ કરવા માટે કમર કસી રહ્યું છે. ત્યારે જોવાનું રહેશે કે 2024ની લોકસભા લડાઈમાં પ્રજા કોને ચૂંટીને દિલ્લી દરબારમાં મોકલે છે?..