ચેતન પટેલ, સુરત: ગુજરાત લોકસભા ચૂંટણીને લઇને પાર્ટીઓ દ્વારા તેમના ઉમેદવારોના નામની જાહેરતા કરવામાં આવી હતી. જેને લઇ સુરતમાં પોસ્ટર યુદ્ધ શરૂ થઇ ગયું છે. જેમાં પોતાના માનીતા ઉમેદવારોને ટિકીટ ન મળતા પાર્ટી કાર્યકર્તાઓ અને સમાજના લોકો નારાજ જોવા મળી રહ્યાં છે. ત્યારે પાતાના સમાજના નેતાઓને ટિકિટ મળે તે માટે બેનરો લગાવી પાર્ટી સામે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. સુરતના અને સૌરાષ્ટ્રના પાટીદાર નેતાઓને ટિકિટ મળે તે માટે સુરતમાં બેનરો લગાવવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: આજથી રાજ્યમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ


પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત લોકસભા ઉમેદવાર માટે કાપોદ્રા, સરથાણા, કતાર ગામ સહતિના પાટીદાર ગઢમાં સુરત અને સૌરાષ્ટ્રાના પાટીદાર નેતાઓને ટિકિટ આપવવા માટે બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, સુરત લોકસભાની ટિકિટ પાટીદાર સમાજમાંથી અથવા સૌરાષ્ટ્રવાસીઓમાંથી આપવામાં નહીં આવે તો અન્યાય સહન નહીં કરીએ અને ચૂંટણીમાં જવાબ મતથી આપવામાં આવશે. આ બેનર સુરત ડાયમંડ એસોસિએશન, મા ઉમાખોડલ સમિતી, પાટીદાર એક્તામંચ, સુરત બિલ્ડર એસોસિએશન, ગુજરાત પાટીદાર યુવા મોરચા દ્વારા લગાવવામાં આવ્યા છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...