ગૌરવ દવે/રાજકોટ :આજથી દેશમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ થયુ છે. જેથી સવારથી અનેક ઘર, ઓફિસો, ઈમારતોની બહાર તિરંગો લહેરાયો છે. પરંતુ ગુજરાતના એક શહેરમાં વિરાટ તિરંગો ફરકાવાયો છે. રાજકોટમાં હરઘર તિરંગા અભિયાન અંતર્ગત નાનામવા રોડ 250 ફુટ લાંબો રાષ્ટ્રધ્વજ ફરકાવાયો છે. સિલ્વર હાઈટ્સ સોસાયટી દ્વારા 250 લાંબો તિરંગો 22 માળ ઉંચેથી ફરકાવ્યો છે. 1 કિલોમીટર દૂરથી પણ રાજકોટવાસીઓ આ નજારો જોઈ શકે છે. 150 ફૂટ રિંગ રોડ પર કોઈ પસાર થાય તો તેને પણ તિરંગો દેખાય તેટલો વિશાળ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : શું તમારા હાથમાં છે H' નું નિશાન? જે બેશુમાર દોલતથી ભરેલા નસીબના દરવાજા ખોલી નાંખે છે 


હર ઘર તિરંગા અભિયાનમાં આખો દેશ જોડાયો છે. રાજકોટવાસીઓ પણ આ અભિયાનમાં જોડાઈને રાષ્ટ્રપ્રેમ બતાવી રહ્યાં છે. ત્યારે રાજકોટના સૌથી વ્યસ્ત એવા નાના મવા રોડ પર આવેલી 22 માળની ઈમારત પર ગુજરાતનો સૌથી મોટો તિરંગો લહેરાવાયો છે. 22 માળની ઈમારત પર 250 ફૂટ ઊંચો તિરંગો ફરકાવાયો છે. આ તિરંગો હાલ રાજકોટવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.


પાવાગઢના ઈતિહાસમાં પહેલીવાર નિજ મંદિરમાં લહેરાયો તિરંગો, આરતી બાદ કરાયું રાષ્ટ્રગાન


સિલ્વર હાઈટ્સ સોસાયટીના મુકેશભાઇ શેઠે જણાવ્યું હતું કે, અમારી સોસાયટીના એસોસિએશને સાથે મળી નક્કી કર્યું હતું કે આપણે પણ ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાશું. માટે અમે રાજકોટ ખાતે જ એક 250 ફૂટ લાંબો અને 24 ફૂટ પહોળો તિરંગો તૈયાર કરી બિલ્ડીંગ ઉપર લગાવ્યો છે. રાત્રિ દરમિયાન પણ દૂરથી લોકો નિહાળી શકે તે માટે લાઇટિંગ પણ કરવામાં આવ્યું છે. 150 ફૂટ રિંગ રોડ પરથી એક કિલોમીટર દૂરથી પણ આ તિરંગાને લોકો નિહાળી શકે.


ઉલ્લેખનીય છે કે, આટલો મોટો તિરંગો ખાસ ઓર્ડરથી બનાવાયો છે. જેના માટે અંદાજે એક લાખનો ખર્ચ કરાયો છે. આ તિરંગો તૈયાર કરી 15 ઓગસ્ટ સુધી બિલ્ડીંગ પર રહેશે.