• સામાન્ય રૂપસુંદરી સાપની લંબાઈ 4 ફૂટ સુધીની હોય છે, પરંતુ વઢવાણમાંથી મળેલી રૂપસુંદરીની લંબાઈ 5 ફૂટ 7 ઈંચ છે

  • વઢવાણના સાપે તેનો રેકોર્ડ તોડ્યો છે, જેથી તે દેશમાં મળી આવેલો અત્યાર સુધીનો સૌથી લાંબો રૂપસુંદરી છે


ઝી મીડિયા/બ્યૂરો :ઝાલાવાડના વઢવાણના શાક માર્કેટમાં લાંબો સાપ જોવા મળતા લોકો ગભરાઈ ગયા હતા. તેને સાપ પકડાનારાઓએ પકડી લીધો હતો. પરંતુ જ્યારે આ સાપ વિશે જાણ્યું તો એક્સપર્ટસ પણ ચોંકી ગયા હતા. આ સાપ રૂપસુંદરી હોવાની સામે આવ્યું છે. સાથે જ જાણવા મળ્યુ કે, આ રૂપસુંદરી સાપ (rupsundari snake) અત્યાર સુધી મળેલો ભારતનો સૌથી મોટો રૂપસુંદરી સાપ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : સુરતના રંગબેરંગી ચળકતા ડાયમંડની દુનિયાભરમાં ડિમાન્ડ વધી


ચોમાસામાં ઋતુમાં સાપ વધુ નીકળતા હોય છે. વઢવાણના શાક માર્કેટમાં પણ સાપ નીકળ્યો હતો. ત્યારે હિતેશ્વરી મોરી નામના સાપના એક્સપર્ટે સાપ પકડ્યો હતો. તેના બાદ તેમણે સાપને વઢવાણની સીમમાં સાપ છોડી દીધો હતો. પરંતુ આ સાપ વિશે મહત્વની વાત સામે આવી છે. વઢવાણમાંથી પકડાયેલો રૂપસુંદરી નામનો આ સાપ ભારતનો સૌથી વધુ લંબાઈ ધરાવતો સાપ છે. સામાન્ય રૂપસુંદરી સાપની લંબાઈ 4 ફૂટ સુધીની હોય છે, પરંતુ વઢવાણમાંથી મળેલી રૂપસુંદરીની લંબાઈ 5 ફૂટ 7 ઈંચ છે. છેલ્લા જોવા મળેલા રૂપસુંદરી સાપની લંબાઈ 5 ફૂટ 5 ઈંચ માપવામાં આવી હતી. પરંતુ વઢવાણના સાપે તેનો રેકોર્ડ તોડ્યો છે, જેથી તે દેશમાં મળી આવેલો અત્યાર સુધીનો સૌથી લાંબો રૂપસુંદરી છે. 


આ પણ વાંચો : એક્ટિંગના બહાને વડોદરાના ડિરેક્ટરે દિલ્હીની યુવતીને હોટલમાં બોલાવી દુષ્કર્મ આચર્યું 


રૂપસુંદરી સાપની ખાસિયત


  • આ સાપના શરીર પરની ડઝિાઇન ખુબ સુંદર હોવાથી તેને રૂપસુંદરી કે અલંકૃત સાપ કહે છે

  • તેના ગળાથી શરૂ થતા ત્રણ ત્રણની હારનાં ઘટ્ટ ભૂરા તથા કાળા ટપકા શરીરની અડધી લંબાઇ સુધી હોય છે

  • તેના આખા શરીર પર સફેદ તથા પીળાશ પડતા રંગની પટ્ટીઓ હોય છે

  • ઠંડીની ઋતુમાં આ સાપનો શિતસમાધિ સમય હોવાથી બહુ ઓછા જોવા મળે છે