હિતલ પારેખ/ગાંધીનગર: દેશમાં પ્રથમ વખત પ્રાઇમરી શાળાઓમાં અભ્યાસ કરતા 50 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને દોઢ લાખથી વધુ શિક્ષકો ઉપર રાજ્ય સરકારનો કંટ્રોલરૂમ સીધો વિડીયોકોલથી ધ્યાન રાખશે. રાજ્ય સરકાર દ્વારા પ્રાઇમરી શિક્ષણમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરી ઓનલાઈન પુરવાની પદ્ધતિ દાખલ કરી હતી. તેની સફળતા બાદ હવે આ નવી પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાઇમરી એજ્યુકેશનના સચિવ વિનોદ રાવના જણાવ્યા પ્રમાણે આગામી ૯ જૂનના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ નવા કંટ્રોલરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ નવા કંટ્રોલ રૂમમાંથી દરરોજના બે હજારથી વધુ વિડીયોકોલ દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી ચકાસવાનો નવતર પ્રયોગ કરાશે.


ગુજરાતના આ નેતા બર્થ-ડેની કરશે અનોખી ઉજવણી, ગવાશે જીવતાના મરસિયા


ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિદ્યાર્થી અને શિક્ષક ખરેખર ક્લાસમાં હાજર છે કે કેમ તેની પણ નોંધ કરાશે. વિદ્યાર્થીઓ જે વિષયમાં નબળા છે એ વિષયમાં તેમની ગુણવત્તામાં કેટલો સુધારો થયો તેની પર પણ મોનિટરિંગ કરવામાં આવશે.રાજ્યના શિક્ષણ વિભાગના ધ્યાનમાં આવ્યું છે કે, અનેક વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરી ક્લાસરૂમમાં બોલતી હોવા છતાં તેઓ ગેરહાજર રહેતા હોવાનું પણ ધ્યાન આવ્યું છે.


અમદાવાદ: મોઝશોખ પૂરા કરવા માટે વાહન ચોરી કરતો યુવાન પોલીસે ઝડપ્યો



આવા કિસ્સાઓમાં નવી ટેકનોલોજીથી કંટ્રોલરૂમ મારફતે શક્યતા તપાસી શકાશે. શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવના પાટ ટુ આ ટેકનોલોજી ખુબ ઉપયોગી સાબિત થશે. નવમી તારીખે મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન સમયે ચાર હજારથી વધુ ટેબલેટ સી.આર.સી.અને બી.આર.સી શિક્ષકોને આપવામાં આવશે. જેના કારણે તેમની દરેક મોમેન્ટ ઓનલાઈન જોઈ શકાશે.