સુરત : 8 પોલીસ કર્મી સામે લુકઆઉટ નોટિસ છતા પોલીસનો પાવર ન ગયો, જેલ સત્તાધીશોએ કોર્ટ ઓર્ડરને રસ્તા પર ફેંક્યો
સુરત ખટોદરા કસ્ટોડિયલ ડેથ મામલે ફરાર પોલીસકર્મીને પકડવાનો રાજ્યની પોલીસને આદેશ આપ્યો છે. ત્યારે તમામ ફરાર પોલીસ અધિકારીઓ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે.
ચેતન પટેલ/સુરત :સુરત ખટોદરા કસ્ટોડિયલ ડેથ મામલે ફરાર પોલીસકર્મીને પકડવાનો રાજ્યની પોલીસને આદેશ આપ્યો છે. ત્યારે તમામ ફરાર પોલીસ અધિકારીઓ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે.
ફરાર પોલીસ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ
રાજ્યની પોલીસના આદેશના આધારે મુખ્ય આરોપી પીઆઈ ખીલેરીના વતનમાં તપાસ કરવામાં આવી. તમામ ફરાર પોલીસકર્મી સામે લુક આઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. આ સાથે જ દેશના તમામ એરપોર્ટ અને બંદર પર અધિકારીઓને સતર્ક રહેવા આદેશ આપવામાં આવ્યા છે. સમગ્ર મામલે તપાસ માટે સુરત પોલીસે 10થી વધુ ટીમો બનાવી છે. ફરાર પોલીસકર્મીને પકડવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. મોબાઈલ સર્વેલન્સના આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે. મોબાઈલ લોકેશનની મદદથી ટ્રેસ કરવાની કવાયત પણ પોલીસે હાથ ધરી છે.
કાળઝાળ ગરમી વચ્ચે આવ્યા ખુશીના સમાચાર, ગુજરાતમાં આ દિવસે પડશે વરસાદ
જેલના અધિકારીઓએ કોર્ટના ઓર્ડરને રસ્તા પર ફેંક્યો
સુરતનાં ખટોદરા પોલીસ સ્ટેશનમાં થયેલા કસ્ટોડિયલ કેસ મામલે એક તરફ 8 પોલીસ કર્મીઓ હજી ફરાર છે ત્યારે હવે લાજપોર જેલનાં પોલીસ કર્મીઓનું મનસ્વી વર્તન સામે આવ્યું છે. મૃતક ઓમપ્રકાશનાં ભાઈના જામીનનાં ઓર્ડર લઈને લાજપોર જેલમાં પહોંચેલા વકીલ સામે જ જેલ સત્તાધીશોએ કોર્ટનાં ઓર્ડરને રોડ પર ફેંકી દીધા હતા. સાથે જ કોર્ટનાં ઓર્ડરમાં લખેલા લખાણ અંગે પણ ટિપ્પણીઓ કરી હતી. સમગ્ર મામલે વકીલ દ્વારા ફરિયાદ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. સાથે જ કોર્ટ કાર્યવાહીની પણ માંગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મૃતક ઓમપ્રકાશના ભાઈ રામગોપાલને કોર્ટ માંથી શરતી જામીન આપવામાં આવ્યા છે. કોર્ટનાં આદેશ છતાં મૃતકનાં ભાઈને જામીન પર ન છોડાયો.
વડોદરા : શર્ટલેસ થઈ સ્વીમીંગમાં ન્હાતી મહિલાનો ફોટો પાડી રહ્યો હતો, કરી ફરિયાદ
ઓમપ્રકાશના પરિવાર આજે તેનો મૃતદેહ સ્વીકારશે
આ સમગ્ર મામલે ઓમપ્રકાશના પરિવારજનો આજે તેનો મૃતદેહ સ્વીકારશે. તેનો પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં ઓમપ્રકાશનો મૃતદેહ રાખવામા આવ્યો છે. તેના મોત બાદ ફોરેન્સિક પોર્સ્ટમોર્ટમ કરાયું હતું. ગત મોડી રાત્રે તેના પરિવારજનો સુરત પહોંચ્યા હતા.
શું ગુજરાતમાં પોલીસને ગુનો કરવાનો છુટ્ટો દોર મળ્યો છે? વડોદરામાં નશેડી PSIએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું
સિવિલના મેડિકલ ઓફિસરને નોટિસ ફટકારી
ઓમપ્રકાશના મોત મામલે સિવિલના મેડિકલ ઓફિસરે ડૉ. દિનેશ મંડલને નોટિસ ફટકારાઈ છે. તેઓએ કેમ ઓપ્રકાશના ઈજા અંગે નોઁધ કરી હતી. આ મામલે બે દિવસમાં જવાબ આપવા માટે સૂચન કરવામાં આવ્યું છે.
Patan Photos : પાણી વગર પશુઓને પણ મળ્યું મોત, પણ સરકારના કાને ક્યાં કઈ અથડાય છે?
ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાદ સુરત પોલીસે કેટલાક આદેશો કર્યા છે, જેનુ પાલન તમામ પોલીસ કર્મચારીઓએ કરવાનું રહેશે. જે મુજબ હવે ધરપકડ વગર આરોપીને લોકઅપમાં નહિ રાખી શકાય. જો રખાશે તો પીઆઈ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ખટોદરામાં કસ્ટોડિયલ ડેથને લઈને પોલીસ કમિશનર સતીશ શર્માએ આ મહત્વનો આદેશ કર્યો છે.