ગુજરાતના એક ગામમાં ગાડીમાંથી 18 કિલો સોનાની ધોળે દિવસે લૂંટ
આજે આ ખ્યાતનામ સોનીના સોનાની લૂંટ ચલાવાઈ છે
જૂનાગઢ : ગુજરાતમાં લૂંટ અને હત્યાના બનાવો હવે ધોળે દિવસે બની રહ્યા છે. આજે જૂનાગઢમાં વધુ એકવાર લૂંટની ઘટના પ્રકાસમાં આવી છે. અહીં વડાલ-ડેરવાણ પાસે કારને આંતરી પાંચ જેટલા શખ્સોએ છરી બતાવી 18 કિલો જેટલા સોનાની લૂંટ ચલાવી હોવાની ઘટના બની છે. આ મામલામાં પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો પ્રમાણે જૂનાગઢના વડાલ ડેરવાણ રોડ પર એક કારને આંતરી અજાણ્યા શખ્સો દ્વારા 18 કિલો સોનાની લૂંટ ચલાવવામાં આવી છે, આ સોનું જૂનાગઢના જાણીતા સોની વેપારી નટુભાઇ ચોક્સીનું હોવાનું માહિતી મળા છે.
નટુભાઇનું કારખાનું જૂનાગઢના ગ્રાંધીગ્રામ વિસ્તારમાં આવેલું છે. આ કારખાનામાં 70થી 80 કારીગર કામ કરે છે. તેમની જ્વેલરી સારી એવી નામના ધરાવે છે અને તેમનું બહોળું નામ છે. આજે આ ખ્યાતનામ સોનીના સોનાની લૂંટ ચલાવાઈ છે.