ચેતન પટેલ/સુરત : સુરતમા હવે પોલીસ જ સલામત ન હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પાડેસરા વડોદગામ નજીક રાત્રિ દરમિયાન પેટ્રોલીંગ કરી રહેલા બે પોલીસ જવાનો પર લૂંટારુઓ દ્વારા હુમલો કરવામા આવ્યો હતો. જેમા એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત બન્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા કેટલાક દિવસોથી શહેરમા ચેઇન સ્નેચિંગ, લૂટ જેવી ઘટનાઓમાં ઉત્તરોઉતર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શહેર પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલીગની કાર્યવાહી સઘન કરી હતી. દરમિયાન બે પોલીસ જવાનો પાંડેસરા વડોદ ગામ નજીક રાત્રિ દરમિયાન પેટ્રોલીંગમા હતા. તે દરમિયાન તેઓની નજર ત્રણ શંકમદ શખ્સો પર ગઇ હતી. જેમને બાઇક રોકવા જણાવતા તેઓએ બાઇક પર નાસી છુટવાનો પ્રયાસ કર્યો હતો. જ્યા બંને જવાનોએ બાઇક સવારને રોકવા જતા તેઓએ બેઝ બોલની સ્ટીક વડે બંને પર હુમલો કર્યો હતો. જેમાં બે પૈકી એક પોલીસકર્મીને માથાના ભાગે ઇજા પહોચી હતી.


ત્યારબાદ બંને પોલીસ કર્મી પોતાનો જીવ બચાવીને ત્યાથી ભાગી છૂટ્યા હતા. આટલી ગંભીર ઘટના હોવા છતા ઉપરી અધિકારીઓએ આ મામલાને ગભીરતાથી લીધી ન હતી તેમજ લૂંટારુઓ વિરુદ્ધ કોઇ પણ પ્રકારની ફરિયાદ પણ ન નોંધી. તેઓ કોણ હતા, ક્યાથી આવ્યા હતા તે અંગે પણ તપાસ કરવામા આવી ન હતી. જેથી સ્થાનિક લોકોમાં પોલીસ સામે રોષનુ વાતાવરણ જોવા મળ્યું હતું.