મહેસાણા :મહેસાણના બેચરાજી તાલુકામાં એક કૂવાના ખોદકામ દરમિયાન પ્રાચીન અને દુર્ભલ મૂર્તિઓ મળી આવી છે. આ મૂર્તિઓ ભગવાન બુદ્ધની છે. ભગવાન બુદ્ધની મૂર્તિઓ મળી આવતા જ ગામ લોકોમાં કુતૂહલ સર્જાયુ હતું, અને મૂર્તિઓને જોવા ટોળા ઉમટ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેચરાજીના ગાભુ ગામમાં આવેલા ઠાકોર વાસમાં કાંતિજી ધુળાજી ઠાકોરના ઘર પાસે કૂવો ખોદવાની કામગીરી કરવામા આવી હતી. કૂવા માટે 10 ફૂટ સુધી નીચે ખોદાણ કરવામા આવ્યુ હતુ. ત્યાં અચાનક ખોદકામ કરતા લોકોના ઓજારો પર પથ્થર જેવુ કંઈક ટકરાયુ હતું. જેથી તેઓએ વધુ ખોદકામ કરીને પત્થર બહાર કાઢ્યા હતા. તેમણે પત્થરને બહાર કાઢીને ધ્યાનથી જોયુ તો તે ભગવાની મૂર્તિઓ લાગી હતી. તેઓએ મૂર્તિઓને બરાબર સાફ કરી ત્યારે ખબર પડી કે આ ભગવાન બુદ્ધની મૂર્તિઓ હતી.


આ પણ વાંચો : ગુજરાતમાં આવી ચઢ્યો વિચિત્ર સાપ, માથા પર જોવા નાગમણિ જેવું કંઈક...  


કૂવાના ખોદકામ દરમિયાન સફેદ અને કાળા કલરની ભગવાન બુદ્ધની આરસની મૂર્તિઓ મળી આવી હતી. આ અંગે ગામના સરપંચને જાણ કરવામાં આવી હતી. તેઓ પણ પોલીસ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેથી પોલીસની હાજરીમાં જેસીબીની મદદથી મૂર્તિઓ બહાર કાઢવામા આવી હતી. જેમાં ભગવાન બુદ્ધની મૂર્તિઓ ખંડિત હોવાનું દેખાયુ હતું. 


જોકે, આ મૂર્તિઓ પ્રાચીન મૂર્તિઓ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું. ભગવાન બુદ્ધની મૂર્તિઓ સાથે અન્ય ચીજવસ્તુઓ પણ મળી આવી છે. ત્યારે હવે આ મૂર્તિઓને પુરાતત્વ વિભાગમાં સોંપવામાં આવે તો આ મૂર્તિઓ કેટલી જૂની છે તેની યોગ્ય માહિતી મળી શકશે.