રાજેન્દ્ર ઠક્કર, ભૂજ: કચ્છ પોતાના પેટાળમાં અનેક એવી વિવિધતાભરી વાર્તાઓ સંઘરીને બેઠું છે ત્યારે આજે ZEE ન્યુઝ આપને સરહદી વિસ્તારના કાળા ડુંગર ઉપર ભગવાન દતાત્રેયનું જે મંદિર આવેલું છે તેનાથી માહિતગાર કરાવશે. આ મંદિરમાં શિયાળવાઓ ભગવાનનો પ્રસાદ લેવા આવે છે કાળા ડુંગરના રસ્તે અમુક મીટરમાં ચુંબકીય આકર્ષણ હોવાનો અહેસાસ પણ થાય છે. આ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં વાહનોને અનુભવાતા ચુંબકીય ખેચાણને ગુરુ દતાત્રેયની કૃપા પણ લોકો માને છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાવડા પાસે આવેલા કાળા ડુંગર ઉપર ગુરુ દત્તાત્રેયનું મંદિર આવેલું છે. 400 વર્ષ પહેલા અહીં દતાત્રેયજી આવેલા હતા. આ મંદિરમાં કહેવાય છે કે ગુરુ દત્તાત્રેયએ તપસ્યા કરી હતી. એ દરમિયાન જંગલના શિયાળવા કઈ ખાવા માટે આવ્યાં હતા ત્યારે દત્તાત્રેયજીએ પ્રસાદ આપેલો, જેથી આજે પણ આરતીના સમયે જરૂરથી પ્રસાદ લેવા માટે શિયાળવાઓ આવે છે એવી પણ લોકવાયકા છે. 



પશ્ચિમ ભારતની સરહદે આવેલા કચ્છની ભૌગોલિક વિશેષતાઓ છે. અહીં દરિયો રણ અને પહાડો છે. ખાવડા બોર્ડર પાસે સરહદનું રખોપું કરતો કાળો ડુંગર છે. જ્યાં ભગવાન દતાત્રેયના બેસણા છે. સદીઓ પહેલા ભગવાન દતાત્રેય અહીંથી પસાર થયા અને આ ડુંગર પર તપ કર્યું ત્યારે તપશ્ચર્યા દરમયાન વન્ય પશુઓ પણ અહીં આવતા. ત્યારે શિયાળવા અહીં આવતા તેને ખાવા માટે દ્તાત્રેયજી પાસે કઈ હતું નહી અને તેમને પોતાનું અંગ કાપી ને "લે અંગ " કહેતા શિયાળવા ને આપ્યું  એવી લોક વાયકા છે. ત્યારથી અહીં મંદિરમાં આરતી બાદ પ્રસાદ ધરાવાય છે અને લે અંગ ને બદલે લોંગ કહેવાતું હતું.  


આજે પણ દત્ત શિખર સમિતિ આ લોંગને પ્રસાદ આપે છે. બે ટાઈમ પ્રસાદ ઓટલા પર થાળી નો નાદ કરીને શિયાળવા ને પ્રસાદ અપાય છે અને શિયાળવા આ પ્રસાદ આરોગવા આવે છે. મોદીજી જ્યારે મુખ્ય મંત્રી હતા ત્યારબાદ આ વિસ્તારનો પ્રવાસન ક્ષેત્રે નામ થતા આ કાળા ડુંગર પર પ્રવાસીઓ ની આવન જાવન રહે છે.  



દત્તાત્રેય મંદિર સમિતિ અધ્યક્ષ  હિરાલાલ રાજદેએ કહ્યું કે, મોદીજી મુખ્ય મંત્રી હતા ત્યારે કોઈક પ્રધાને આ વિસ્તારમાં ચુંબકીય તત્વના લીધે વાહનો ચઢાણ ચઢી જાય છે. ત્યારબાદ એની તપાસ કરાઈ પણ કઈ તથ્ય સામે ન આવતા ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં વાહનોના ચુંબકીય ખેચાણને ગુરુ દતાત્રેયની કૃપા પણ લોકો માને છે. આ અંગે ZEE ની ટીમે જાત  તપાસ કરી તો અહીં ઘણા બધા વાહનો માં આ  ચુંબકીય ખેચાણ જોવા મળ્યું અને આ વિસ્તારના લોકો પણ માને છે 


આ કાળો ડુંગર અને ત્યારબાદ અફાટ રણ આવેલું છે ચઢાણ ઉતરવાળા વાંકા ચુંકા રસ્તાઓ વચ્ચે અને ડુંગરાઓ વચ્ચે એક આકર્ષણ પેદા કરે છે જે લોકો  અહીં માનવા માટે આવે છે. તો આ ધરતી પર  એક  કૌતુક મેગ્નેટનું છે કે અમુક વિસ્તારમાં મેગ્નેટ પાવરના કારણે વાહનો ચઢાવ પણ ચઢી જાય છે ગાડી બંધ હોવા છતાં પણ પોતાની રીતે ચઢાવ ઉપર ચઢી જાય છે એ પણ કઈ મેગ્નેટ ના લીધે બનતું હોવાની બાબત છે. જે વાહનો આ સ્થિતિમાંથી પસાર થયા અને રીતસરનું ચઢાણમાં પણ બંધ હોવા છતાં પણ ચાલતા હતા અને ખુદવાહન ચાલકો એ પણ ZEE સાથે વાત કરી હતી.