અમદાવાદ: આજે ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા જળયાત્રની નિકળી હતી. ભગવાન તેમના મોસાળમાં આગામી 14 દિવસ સુધી વિશ્રામ કરશે. આજથી ભગવાન જગન્નાથજીના નિગ્રહના દર્શન જ થઈ શકશે. એટલે કે ભગવાનની પ્રતિમાના સ્થાને તેમના ફોટો મુક્વામાં આવશે. માન્યતા અનુસાર ભગવાન જગન્નાથજી મામાને ઘેર ગયા હોવાથી તેમના દર્શન થઈ શકતા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભગવાનની પ્રતિકૃતિ સ્વરૂપ ઝાંખીના દર્શન થાયે તે હેતુથી વાજતે ગાજતે, બેન્ડવાજા અને બગી ગાડી સાથે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્રની શોભાયાત્રા પણ નીકળી હતી. સાંજે પાંચ વાગ્યે સરસપુરના આંબેડકર હોલથી શોભાયાત્રાનું પ્રયાણ થશે અને સાંજે છ વાગ્યે વાજેત ગાજતે અને રંગેચંગે ભગવાન જગન્નાથજી સરસપુરના રણછોડરાયજી મંદિર સ્થિત પોતાના મોસાળમાં પધરામણી કરશે. 


રથયાત્રા પહેલા જળયાત્રા : સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન કરવા ગજરાજ નીકળ્યા


તા.૧૭મી જૂનથી તા.૨ જૂલાઇ દરમ્યાન રોજ સાંજે પાંચથી સાત વાગ્યા દરમ્યાન સરસપુર મંદિર ખાતે પણ ભકતજનો દ્વારા ખાસ કરીને મહિલાઓ-બહેનો દ્વારા ભજન-ધૂનના ભક્તિ કાર્યક્રમો જામશે. મોસાળથી ભગવાન પરત નિજમંદિરે આવ્યા બાદ અષાઢી બીજના રોજ ભગવાનના દર્શન થશે. ભગવાનની મોસાળમાં પધરામણી થતા લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું.


રથયાત્રા પહેલા નીકળતી જળયાત્રાની છે એક રસપ્રદ કહાની



બેન્ડ બાજા સાથે લોકોએ ગરબા, ભજન અને નૃત્ય કરતા કરતા ભગવાનને મોસાળમાં પહોચાડ્યા હતા. ભાવિ ભક્તોએ ભગવાનને ભાવથી આવકારીને સ્વાગત કર્યું હતું. હવે આગામી 14 દિવસ સુધી ભગવાન મોસાળમાં વિશ્રામ કરશે. અને જગન્નાથજીના મંદિરમાં તેમની મૂર્તિની જગ્યાએ હવે અષાઢી બીજ સુધી ભગવાનની તસવીરના દર્શનાર્થે મુકવામાં આવશે.