ભગવાન જગન્નાથજીને મળી હતી કઈ વાતની સજા? જાણો કેમ આખી રાત રોકાવું પડ્યું હતું મંદિરની બહાર
ભગવાન આખી રાત મંદિરની બહાર રથમાં જ બિરાજમાન રહેશે. આવતીકાલે (સોમવાર) વહેલી સવારે મંગળા આરતી કરીને ભગવાના જગન્નાથને મંદિરમાં પ્રવેશ કરવામાં આવશે. પણ, શું તમને ખબર છે કે કેમ રથને આખી રાત મંદિરની બહાર રાખવામાં આવે છે, આ પાછળ છે એક ચોકક્કસ કારણ.
ઝી બ્યુરો/અમદાવાદ: જગતના નાથ ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા અષાઢી બીજના દિવસે શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. રથયાત્રામાં ક્રમમાં સૌથી પહેલો બાલભદ્રનો રથ હોય છે, વચ્ચે બહેન સુભદ્રા અને અંતિમ રથ ભગવાન જગન્નાથનો હોય છે. તેથી આ ક્રમે જ રથ નિજ મંદિરમાં પહોંચતા હોય છે. ત્રણેય રથ નિજમંદિર પહોંચ્યા બાદ પ્રાંગણમાં લાઇનમાં ગોઠવી દેવામાં આવે છે અને મહંત દિલિપદાસજી દ્વારા ભગવાન જગન્નાથની નજર ઉતારીને આરતી ઉતારવામાં આવે છે.
તિથલ દરિયો બન્યો એકાએક તોફાની; સાયક્લોન સિસ્ટમ સક્રિય થતાં 15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા
ત્યારબાદ ભગવાન આખી રાત મંદિરની બહાર રથમાં જ બિરાજમાન રહેશે. આવતીકાલે (સોમવાર) વહેલી સવારે મંગળા આરતી કરીને ભગવાના જગન્નાથને મંદિરમાં પ્રવેશ કરવામાં આવશે. પણ, શું તમને ખબર છે કે કેમ રથને આખી રાત મંદિરની બહાર રાખવામાં આવે છે, આ પાછળ છે એક ચોકક્કસ કારણ.
24 કલાકમાં ભારતની શાનદાર વાપસી, ઝિમ્બાબ્વેને બીજી ટી20માં 100 રને હરાવ્યું
મંદિર બહાર આખી રાત રાતવાસો
રથયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથનો રથ પર આખી રાત મંદિરની બહાર રાતવાસો કરતો હોય છે. આ પાછળ એક ચોક્કસ કારણ છે. ભગવાનના પત્ની રૂઠ્યાં હોવાથી ભગવાન જગન્નાથને મંદિરની બહાર તેમના ભાઈ-બહેનની સાથે રાતવાસો કરવો પડે છે. બીજા દિવસે સવારે વિધિવત રીતે શુભ મુહૂર્તમાં આરતી બાદ જ ભગવાનને મંદિરમાં બિરાજમાન કરવામાં આવે છે.
આખું ગુજરાત રેલમછેલ થશે! ફરી ભયંકર વરસાદી સિસ્ટમ સક્રિય, જાણો અંબાલાલની મારફાડ આગાહી
રથયાત્રા પૂરી થયા બાદ નજર ઉતારાય છે
નિજ મંદિરમાં રથ પહોંચ્યા બાદ ભગવાનની નજર ઉતારવાનુ કામ સૌથી પહેલા કરવામાં આવે છે. કહેવાય છે કે, ભગવાન નગરચર્યાએ નીકળે એટલે તેમને લોકોની મીઠી નજર લાગતી હોય છે. તેથી તેમનો મંદિર રથ પહોંચે એટલે નજર ઉતારવામાં આવે છે.
પ્રોફાઇલ ફોટો લગાવવાની અસલી મજા તો હવે આવશે બોસ...! WhatsApp લાવશે ગજબનું ફીચર
ઉલ્લેખનીય છે, સવારે રથ મંદિરની બહાર હોવાથી અનેક લોકો વહેલી સવારથી જ મંદિરમાં દર્શન કરવા પહોંચી ગયા હતા. કારણ કે, આ ક્ષણ બાદ સીધી આવતી અષાઢી બીજના દિવસે જ તેમને ભગવાન રથમાં બિરાજમાન હોય તેવા દર્શન થશે. તેથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો રથના દર્શન કરવા મંદિર પહોંચ્યા હતા.