જ્યેન્દ્ર ભોઈ/પંચમહાલ: ઓનલાઈન જુગારની ગેમ રમતા એક યુવક જિંદગીની ગેમ હારી બેઠો હોવાનો સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો પંચમહાલથી સામે આવ્યો છે, જ્યાં એક યુવાન ગેમમાં પૈસા હારી જતા ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોરબંદરમાં દેશભક્તિ સામે ષડયંત્ર : મૌલવીના ફતવા સામે ત્રણ યુવકોનો આપઘાતનો પ્રયાસ


આજકાલ ઓનલાઈન ગેમિંગના રવાડે ચડેલા યુવાનો દેવા ના ડુંગર તળે દબાઈ જતા અંતિમ પગલું ભરતા અચકાતા નથી અને તેમાંય ઓનલાઈન જુગાર રમાડતી એપ્લિકેશનની જ્યારે ભરમાર જોવા મળી રહી છે ત્યારે આવા સમયે મોબાઈલ વપરાશકર્તાઓ આવી એપ્લિકેશનની જાળમાં ફસાઈ જતા જોવા મળે છે. આવો જ એક બનાવ પંચમહાલથી સામે આવ્યો, જ્યાં એક યુવાન રમી ગેમ રમતા એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જતા એક સુસાઇડ નોટ લખી ગળે ફાંસો ખાઈ આત્મહત્યાનું પગલું ભર્યું છે.



નેનો યુરિયા બાદ હવે IFFCO બનાવશે નેનો લિક્વિડ DAP: ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર


પંચમહાલ ના ગોધરા રેલવે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ બાકરોલ રેલવે સ્ટેશન નજીક ઝૂંપડું બાંધી રેલવે ના કોન્ટ્રાક્ટ માં મજૂરી કામ કરતા મધ્યપ્રદેશ ના જાંબુઆ ના 30 વર્ષીય વિનોદ પારધી નામના યુવક ને ઓનલાઈન રમી નામની ગેમ નો એવો ચસ્કો હતો કે તે પોતાની મજૂરી થી કમાયેલા પૈસા આવી ગેમ માં રોકી જુગાર રમતો હતો.કેટલીક વખત સારા પૈસા મળતા પોતાની બચત ના અંદાજીત 3 લાખ રૂપિયા જેટલી માતબર રકમ દાવ પર લગાડી હતી. જે રકમ હારી જતા વિનોદ ડિપ્રેસનમાં આવી ગયો હતો. 



પ્રેમલગ્નના એક વર્ષમા દીકરીનો આપઘાત, સુરતના પાટીદાર પરિવારે જીગરના ટુકડાને ગુમાવી


પોતે હવે શું કરશે અને પરિવારને શુ મોઢું બતાવશે તેવા વિચારોથી ઘેરાયેલા વિનોદે પોતે એક સુસાઇડ નોટ લખી તેમાં પોતાની વ્યથા વર્ણવી પોતે જ્યાં રહેતો હતો તે ઝૂંપડપટ્ટીની સામે રેલવેના નવા બનેલ કવાર્ટરની જાળી પર દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું. પરિવારના આધારસ્તંભ જેવા વિનોદના મોતના સમાચાર સાંભળી પરિવાર જનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી.



ચાર ગુજરાતી મિત્રો ચારધામ યાત્રાએ ગયા હતા, ભૂસ્ખલન થતા કારમાં જ મળ્યું મોત


ઘટનાને પગલે ગોધરા રેલવે પોલીસે વિનોદની ડેડ બોડીને પી.એમ અર્થે મોકલી સુસાઇડ નોટ કબજે કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.