તૃષાર પટેલ/વડોદરા: વડોદરા શહેરમાં ગત બુધવારે વરસેલા સાંબેલાધાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના પાણી ઘુસી ગયા હતા. પાણી ભરવાની સ્થિતિ વચ્ચે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ તુલસીવાડી ખાતેના ગણેશ નગર,ઇન્દિરા નગર અને નવી નગરી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અનેક નાગરિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ વસાહતોમાં દસ ફૂટ જેટલા પાણી ભરાયા હોવાથી મગરોના ડર વચ્ચે અનેક રહીશોને રોડ પર તંબુ બાંધી રહેવાનો વારો આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉપર આભ અને નીચે આફત 
ઉપર આભ અને નીચે ધરતી વચ્ચે સ્થાનિક રહીશો સુધી તંત્ર તો પહોંચ્યું છે. પરંતુ પાણીમાં તણાઈ ગયેલ ઘરવખરીની સાથે સાથે ઓળખના દસ્તાવેજો પણ તણાયા હોવાથી સરકારી સહાયથી આ રહીશો વંચિત રહી ગયા હોવાને કારણે દયનિય સ્થિતિમાં રહી રહ્યા છે. વડોદરા શહેરમાં 31 જુલાઈ બુધવારના રોજ વસેલા 20 ઇંચ વરસાદ શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. 



10થી 15 ફૂટ સુધીના ભરાયા હતા પાણી 
પૂરની સ્થિતિ વચ્ચે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ૧૦ ફૂટથી લઈને 15 ફૂટ સુધી પાણી ભરાયા હતા ખાસ કરીને કારેલીબાગ વિસ્તારમાં આવેલ તુલસીવાડી સ્થિત જય અંબે નગર,ગણેશનગર, નવીનગરી અને ઇન્દિરા નગર ઝૂપડપટ્ટીના રહીશોની ખુબ જ દયનીય હાલત થવા પામી છે. આ વિસ્તરના 200થી વધુ રહીશોના ઘરોમાં પાણી ભરાયુ હોવાથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાવાને કારણે વિસ્તારના 100 જેટલા રહીશોને પોતાના પરિજનો સાથે કારેલીબાગ ખાતેના જાહેર માર્ગ પર ડેરા તંબુ બાંધી રહેવાનો વારો આવ્યો છે. 



ભયાનક પૂર બાદ લોકો આવ્યા રોડ પર 
કેટલાક રહીશોએ તે વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળામાં આશરો લીધો છે તો કેટલાક લોકોએ રોડ પર જ તંબુ બાંધી રહેવાનું શરૂ કર્યું છે. તુલસીવાડી ખાતે આવેલ આ અસરગ્રસ્ત વિસ્તારમાં ઝી 24 કલાકની ટીમ પહોંચી ત્યારે સ્થાનિક લોકોએ પોતાની હૈયાવરાળ ઠાલવી હતી. એક તરફ વરસાદી પાણીને કારણે વિશ્વામિત્રી નદીમાં આવેલા ભયાનક પુર વચ્ચે મગરો પણ આ વિસ્તારમાં આવી પહોંચ્યા હતા. રહીશોના કુટુંબમાં નાના બાળકો હોવાથી તેઓએ તાત્કાલીક અસરથી પાણી ભરાયેલા વિસ્તારમાંથી સ્થળાંતર કરીને મુખ્ય રોડ પર તંબુ બાંધીને રહેવાની શરૂઆત કરી હતી. 


પૂરના પાણીથી ફેલાયો રોગચાળો 
પાણી ભરાવાની સ્થિતિ વચ્ચે મગરોને ભય સાથે હાલ રોડ પર રહી રહેલા સ્થાનિક રહીશોના કુટુંબના બાળકો પણ બીમારીમાં સપડાયા છે. તેઓનું કહેવું છે કે તંત્ર મદદ માટે આવ્યું હતું પરંતુ સહાય માટેના જરૂરી દસ્તાવેજો વરસાદી પાણીમાં તણાઈ ગયા હોવાથી હવે તેમને સરકારી સહાય પણ મળી શકે તેમ નથી. હાલ તો ભગવાનના આશરે રહેલા આ રહીશો તેમના વિસ્તારમાં રહ્યું સહયું પાણી પણ ઉતરે તેની રાહ જોઈ રહયા છે.



રહીશો રોડ ઉપર તબું ડેરામાં રહેવા મજબૂર બન્યા
વડોદરામાં પૂરની સ્થિતિ વચ્ચે શહેરના અનેક વિસ્તારો રહીશોની દયનીય સ્થિતિ સર્જાઇ છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં જે ગરીબ અને મજૂર વર્ગ રહે છે તેઓ ભારે હાલાકી વેઠી રહ્યા છે. તુલસીવાડી સ્થિત આ તમામ વસાહતોમાં હજી સુધી પણ પૂરના પાણી ઓસર્યા નથી જેના કારણે રહીશો રોડ ઉપર તબું ડેરામાં રહેવા મજબૂર બન્યા છે.. રહીશો તે તંત્ર ઉપર આક્ષેપ કર્યો છે કે પૂરના પાણીમાં જરૂરી દસ્તાવેજો તણાઈ ગયા બાદ સરકાર દ્વારા આપવામાં આવતી સહાયથી પણ વંચિત રહ્યા છીએ. વરસાદના વિરામ બાદ હવે સ્થિતિ સામાન્ય બની છે ત્યારે તંત્ર તેઓની રજૂઆત સાંભળીને જરૂરી કાર્યવાહી કરી અસરગ્રસ્તોને સહાય આપે તેવી અપીલ કરી રહ્યા છે.


જુઓ LIVE TV :